PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લામા અવિરત વરસાદને પગલે નદીનાળા છલકાયા. ત્યારે બીજી બાજુ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનો માછણડેમ ઓવરફલો થવાની તૈયારીમાં. માછણડેમ 80 % ભરાતા નદી કાઠે આવેલા ગામોને એલર્ટ કરાયા. 16 ગામોને કરાયા એલર્ટ. રણિયાર સરકારી, રણિયાર ઈનામી, ટાંડી, સાંપોઈ, વરોડ, નીમેવરોડ, થેરકા, મેલણીયા, ચીત્રોડીયા, મુનખોસલા, ધાવડીયા, ખરસાણા, ઝાલોદ (માંડલીખુટા) ને તંત્ર દ્વારા કરાયા એલર્ટ.