THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કુલ ૧૦૭ વ્યક્તિઓના કોરોના સેમ્પલ ટેસ્ટ માટે મોકલેલ હતા. જેેમાં આજે તા.૦૭/૦૬/૨૦૨૦ ને રવિવારના રોજ આ ૧૦૭ વ્યક્તિઓના રિપોર્ટ આવતા તેમાંથી ૧૦૬ વ્યક્તિઓના કોરોના સેમ્પલ નેગેટિવ આવ્યા હતા અને ૦૧ વ્યક્તિ કે જે ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામના દેવળ ફળીયાના આદમભાઈ ધીરાભાઈ ક્લાસવા ઉ.વ. ૫૭ વર્ષ માલુમ પડેલ છે. જેની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતા તે અમદાવાદથી ફતેપુરાના ઢઢેલા ગામના દેવળ ફળિયામાં આવેલ છે. આ બાબતની જાણ થતાં આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર એકદમ સજાગ થઈ તેની કોન્ટેકટ હિસ્ટ્રી ની પણ ભાળ મેળવી આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી આગળની કાર્યવાહી કરવામાં જોતરાઈ ગઈ છે.
હાલ દાહોદમાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવના કુલ ૪૩ કેસ નોંધાઈ ચૂક્યાં છે જેમાંથી ૩૨ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે અને આજના આ ૦૧ કોરોના પોઝીટીવ કેસ સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૧ થઈ ગઈ છે.