દાહોદ જિલ્લાના લીમખેડા 131 વિધાનસભાના ઉમેદવાર શૈલેષભાઈ ભાભોર દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી હતી. સિંગવડ ખાતે કોલેજ સામેના ગ્રાઉન્ડ ઉપરથી આજે તા.૦૩/૧૨/૨૦૨૨ ને શનિવારની સવારે નીકળી હતી આ રેલી દોઢ થી બે કિલોમીટર જેટલી લાંબી હતી અને આ રેલી સિંગવડ/ રણધીકપુર ગામમાં ફરી ભમરેચી માતાના મંદિરે આવી હતી. ભમરેચી માતાના મંદિરે આવી લીમખેડા 131 ના ઉમેદવાર શૈલેષભાઈ ભાભોરે ભમરેચી માતાની પૂજા અર્ચના કરી ત્યારબાદ પરત રેલી શરૂ કરી હતી. આ રેલી થાળા ચોકડી સિંગાપુર તરફ જવાના જવા માટે નીકળી ગઈ હતી અને માતાના પાલ્લી થી સિંગાપુર વચ્ચે દરેક ગામોમાં ગામના આગેવાનો દ્વારા આ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ રેલી જોતા લીમખેડામાં ભાજપનો ચિતાર સ્પષ્ટ થઈ જાય છે કે આ વખતે ભાજપ લીમખેડામાં જંગી બહુમતીથી જીતશે આ રેલીમાં 2000 જેટલી બાઇકો અને આશરે 100 થી 150 જેટલા ચાર ચકરી વાહનો જોડાયા હતા. આ રેલીમાં જોડાયેલા યુવાનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો અને યુવાનો સાથે વાત કરતા તેઓએ પણ જણાવ્યું હતું કે આ વખતે શૈલેષ ભાભોર જંગી બહુમતીથી જીતશે તેમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને જન આશીર્વાદ મળી રહ્યો છે આ પ્રસંગે લીમખેડાના ઉમેદવાર શૈલેષ ભાભોર જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે મોદી સરકારે જે વિકાસ કર્યો છે તેમાં પૂરેપૂરો લોકો ને મોદી સરકાર પર વિશ્વાસ છે અને એટલે જ લોકો સ્વયંભુ મને ફરીથી આ વખતે ચૂંટણી માં જીત અપાવશે લોકોને વિશ્વાસ છે કારણ કે મેં લોકોના કામો કર્યા છે અને હજી પણ કરતો રહીશ તેવું શૈલેષ ભાભોરે જણાવ્યું હતું આ રેલી નીકળ્યા બાદ લીમખેડા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં સોપો પડી ગયો હતો આ રેલી જોતા એક વસ્તુ એકદમ સ્પષ્ટ થાય છે કે આ વખતે લીમખેડા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગઈ વખત કરતા વધુ લીડથી જીતે તેવી શક્યતાઓ સ્પષ્ટ જોવાઈ રહી છે તેને નકારી શકાય તેમ નથી