દાહોદ જિલ્લામાં મોટો હત્યાકાંડ સર્જાયો. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામમાં એક જ પરિવારના ૬ લોકોની નિર્દયીપૂર્વક હત્યા કરવામાં આવી છે. પરિવારમાં રહેતા પતિ-પત્ની અને 4 બાળકોની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી. મરનારાઓમાં 3 બાળકો અને 1 બાળકીનો સમાવેશ થાય છે. હત્યાની તસવીરો એટલી દર્દનાક હતી કે દેખનારના રુવાડા ઉભા થઇ જાય. તમામ લોકોના ગળા કાપીને તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આવા મોટા હત્યાકાંડ બાદ દાહોદ પોલીસ દોડતી થઈ હતી, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એક જ પરિવારના ૬ લોકોની ક્રૂરતા પૂર્વક નિર્મમ હત્યા થી જિલ્લામાં ચર્ચાનો વિષય. પોલીસ માટે એક ચેલેન્જનો વિષય. દાહોદ પોલીસ પણ જોરશોર થઈ ઝીણવટ ભરી તપાસમાં જોતરાઈ. હજી પણ હત્યાનું કરણ અકબંધ.
🅱️reaking : દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે એક જ પરિવારના ૬ લોકોની કરાઈ નિર્મમ હત્યા
RELATED ARTICLES