THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આજે તા.૧૦/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ કોરોના વાઇરસનો આજે ફરીથી બૉમ્બ ધડાકો થયો હતો. દાહોદ જિલ્લાના કુલ ૦૮ લોકોને કોરોના પોઝીટીવ જાહેર થતા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં ઉથલપાથલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈ કાલે ૧૯૨ જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજ રોજ આવતા ૧૯૨ સેમ્પલો પૈકી ૧૮૪ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૦૮ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ ૦૮ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં પણ ખલભળાટ મચી ગઇ છે.
આજ રોજ તા.૧૦/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો ફરીથી બૉમ્બ ધડાકો થવા પામ્યો છે. અને કુલ ૦૮ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) સીદીક રઝાક ભુલા, ઉ.વ. – ૪૬ વર્ષ રહે. મંડી નગર દાહોદ, (૨) વિહાન સમીરભાઈ દેવડા ઉ.વ. – ૦૭ માસ, રહે. નાના ડબગરવાડ, દાહોદ, (૩) ગીતાબેન નગીનભાઈ મારવાડી ઉ.વ. ૪૬ વર્ષ, રહે. કોર્ટ રોડ, દાહોદ, (૪) મુકેશભાઈ ખીમચંદભાઈ માખીજાની ઉ.વ. ૩૩ વર્ષ, રહે. દર્પણ રોડ, દાહોદ આ તમામ દાહોદ શહેરના છે. તથા અન્ય વ્યક્તિઓમાં (૫) મોહંમદઆરીફ અબ્દુલરસિદ શેખ, ઉ.વ. ૪૨ વર્ષ, રહે. કસ્બા, દાહોદ, (૬) જીતેન્દ્રકુમાર ડાહ્યાભાઈ દેવડા ઉ.વ. ૩૫ વર્ષ, રહે. લીમડી, તા.ઝાલોદ, જી. દાહોદ (૭) લક્ષ્મીકાંત ચીમનભાઈ પંચાલ ઉ.વ. ૪૨ વર્ષ રહે. બલૈયા, તા. ફતેપુરા, જી.દાહોદ, (૮) નિસર્ગકુમાર જી. ચૌહાણ ઉ.વ. ૨૮ વર્ષ, રહે. વાવડી શેરી, તા. દેવગઢ બારીયા, જી. દાહોદનાઓ માંથી પાંચ વ્યક્તિઓ પહેલાથી જ ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ થયેલ છે અને વિહાન દેવડા, મુકેશ માખીજાની અને નિસર્ગ ચૌહાનમાં કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આ ૦૮ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં – ૦૫, ઝાલોદ તાલુકામાં – ૦૧, દેવગઢ બારીયા તાલુકામાં – ૦૧ અને ફતેપુરા તાલુકામાં – ૦૧ કોરોના પોઝીટીવ કેસ સાથે કુલ ૦૮ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૧૧૯ થઈ છે. જેમાંથી કુલ ૫૦ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૬૬ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો આંકડો ૦૩ થયો છે.