Wednesday, December 4, 2024
Google search engine
HomeDahod - દાહોદ🅱️reaking : દાહોદ જિલ્લામાં ૦૮ લોકો કોરોના પોઝીટીવ નોંધાયા, કુલ એક્ટિવ કેસની...

🅱️reaking : દાહોદ જિલ્લામાં ૦૮ લોકો કોરોના પોઝીટીવ નોંધાયા, કુલ એક્ટિવ કેસની સંખ્યા ૭૧ થઈ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDAદાહોદ જિલ્લામાં આજે તા.૧૨/૦૭/૨૦૨૦ ને રવિવારના રોજ કોરોના વાઇરસનો આજે ફરીથી બૉમ્બ ધડાકો થયો હતો. દાહોદ જિલ્લાના કુલ ૦૮ લોકોને કોરોના પોઝીટીવ જાહેર થતા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં ઉથલપાથલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈ કાલે ૧૮૩ જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજ રોજ આવતા ૧૮૩ સેમ્પલો પૈકી ૧૭૪ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૦૮ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ ૦૮ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને અન્ય એક કોરોના પોઝીટીવ મહિલાકે જે ગર્ભવતી છે તેનો ૧૧ દિવસ બાદ ફરીથી રિપોર્ટ ચેક કરતા તે ફરીથી પોઝીટીવ આવેલ છે. તે સબબ આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં પણ ખલભળાટ મચી ગઇ છે.
આજ રોજ તા.૧૨/૦૭/૨૦૨૦ ને રવિવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો ફરીથી બૉમ્બ ધડાકો થવા પામ્યો છે. અને કુલ ૦૮ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) રીમાબેનઆ આશુતોષભાઈ કપુર, ઉ.વ. – ૩૦ વર્ષ રહે. દાહોદ, (૨) મોનલ પ્રીતેશકુમાર દેસાઈ ઉ.વ. ૪૦ વર્ષ, રહે. દાહોદ, (૩) કિરણબેન ભરતકુમાર ચોપડા ઉ.વ. ૩૮ વર્ષ, રહે. દાહોદ, (૪) ખુરશીદાબેન મોહંમદભાઈ ભુંગા ઉ.વ. ૫૪ વર્ષ, રહે. ઘાંચીવાડા, દાહોદ, (૫) ઇમરાન ગફારભાઈ દલાલ, ઉ.વ. ૩૬ વર્ષ, રહે. મોટા ઘાંચીવાડા, દાહોદ, (૬) મોહંમદયુસુફ મુનિરખાન મેવાત ઉ.વ. ૪૮ વર્ષ, રહે. પરેલ, દાહોદ (૭) કુતબુદ્દીન હુસૈન ભુંગા ઉ.વ. ૩૯ વર્ષ, રહે. દાહોદ અને (૮) કિશનભાઈ પ્રકાશભાઈ પરમાર ઉ.વ. ૨૪ વર્ષ, રહે. નાના ડબગરવાડ, દાહોદનાઓમાંથી બેે વ્યક્તિઓ પહેલાથી જ ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ થયેલ છે અને બાકીના ૦૬ વ્યક્તિઓમાં કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

THIS NEWS IS POWERED BY –– PHONE WALE આ ૦૮ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં – ૦૮ કોરોના પોઝીટીવ કેસ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૧૩૫ થઈ છે. જેમાંથી આજે કુલ ૦૬ લોકોને સરકાર ની ગાઈડ લાઇન મુજબ સજા થયેલા જાહેર કરતા કુલ ૫૮ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૭૧ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો આંકડો ૦૬ થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments