- 4 અપક્ષ અને 4 કોંગ્રેસ ના કાઉન્સિલર ભાજપમાં જોડાયા.
- ગાંધીનગર કમલમ મા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના હસ્તે કેસરીયો કર્યો ધારણ.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આજે તા.૦૫/૦૭/૨૦૨૨ ને મંગળવારના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં કોંગ્રેસના એક મોટો ભૂકંપ આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે ગાંધીનગર ખાતે કમલમ્ માં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ઝાલોદ નગર પાલીકા પ્રમુખ સોનલબેન ડિંડોર સહિત અન્ય ત્રણ કાઉન્સિલર તથા અન્ય ચાર અપક્ષ કાઉન્સિલરો એ કેસરીયો કર્યો ધારણ. આ યાદી પ્રમાણે ઝાલોદ નગર પાલિકાના પ્રમુખ સોનલબેન હરેશભાઈ ડિંડોર, દલાભાઈ મોતીભાઈ વસૈયા, ખુમાંનભાઈ માનસિંગ ડામોર, પારસિંગ સડીયા ડામોર અને અપક્ષના કટારા ભાવેશભાઈ હસમુખભાઈ, શુકરમ મખાભાઈ માલીવાડ, ઝાકીર મજીત કાનુગા, શંકરભાઈ કટારા સહિતના કાઉન્સિલર ભાજપમાં જોડાયા હતા.
તદ્દઉપરાંત દાહોદ નગરનાં કોંગ્રેસ પક્ષમાંથી પણ નજમુદ્દીન ગાંગરડીવાલા કોંગ્રેસ સાથેનો વારસો જૂનો છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ભગવો ધારણ કરેલ છે.
આજ રોજ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં કઈ જવાબદારી નિભાવતા હતા અને તેઓની સાથે કેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા તેની વિગત :
(૧) સુરેન્દ્રસિંહ નૈણાસિંહ બાકલિયા, હાલમાં તેઓ પ્રમુખ, દાહોદ તાલુકા કોંગ્રેસ હતા અને તેમની સાથે 10 કાર્યકર્તાઓને લઈને આવેલ છે. પૂર્વમાં તેઓ પ્રમુખ, યુવક કોંગ્રેસ રાછરડા હતા. (૨) નિકુંજભાઈ કલસીંગભાઇ મેડા તેઓ હાલમાં ડેલીગેટ પ્રદેશ કોંગ્રેસની જવાબદારી નિભાવતા હતા, અને તેઓ તેમની સાથે 107 કાર્યકર્તાઓને ભાજપમાં લઈને આવેલ છે. (૩) મિતેશકુમાર શિવલાલ યાદવ હાલમાં તેઓ ઉપપ્રમુખ દાહોદ જિલ્લા કોંગ્રેસ તરીકે ફરજ બજાવતા હતા અને પૂર્વમાં તેઓ પ્રમુખ શહેર યુવક કોંગ્રેસ ની જવાબદારીમાં હતા, (૪) હરેશભાઈ મગનભાઈ ડીંડોર હાલમાં ઝાલોદ નગર પાલિકા ના પ્રમુખ ના પતિ તેઓની સાથે ૮ કાર્યકર્તાઓને સાથે લઈને આવેલ છે, (૫) મલસીંગભાઇ વિરજીભાઈ મુનિયા હાલમાં તેઓ કોંગ્રેસ કાર્યકર્તા છે અને તેઓની સાથે અન્ય 10 કાર્યકર્તાઓ લઈને આવેલ છે અને તેઓ પૂર્વ ધારાસભ્યશ્રીના પુત્ર છે, (૬) ફુલજીભાઈ જતાભાઈ ચરપોટ હાલમાં તેઓ નિવૃત્ત છે તેઓની સાથે અન્ય એક કાર્યકર્તા ભાજપમાં સામે થયો છે, (૭) સબુરભાઈ સુરતાનભાઈ તડવી સને 2021 માં જિલ્લા પંચાયત ઉમેદવાર સાથે તેઓ 20 કાર્યકર્તાઓ લઈને ભાજપમાં સામેલ થયા છે, (૮) માવજીભાઈ કાનજીભાઈ રાવત સરપંચ છે અને તેઓની સાથે ૨૫ કાર્યકર્તાઓ ભાજપમાં સામે થયેલ છે, (૯) દીપકભાઈ રમણભાઈ પરમાર જિલ્લા પંચાયતના સિંગવડ તાલુકાના ઉમેદવાર છે, (૧૦) વીણાબેન નલીનભાઈ ભુરીયા આ તેઓ કોંગ્રેસના કાર્યકર્તા હતા અને તેઓની સાથે તેઓ દસ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં સામેલ થયેલ છે, (૧૧) નવલસિંહ પુનીયાભાઈ ભુરીયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા અને તેઓ તેમની સાથે 14 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં સામેલ થયેલ છે, (૧૨) બાગસિંગભાઈ ભાભોર કાર્યકર્તા છે અને તેઓની સાથે તેઓ 13 કાર્યકર્તાઓને લઈને ભાજપમાં સામેલ થયેલ છે, (૧૩) દાહોદના નજમુદ્દીન અબ્દીઅલી ગાંગરડીવાલા કે જેઓ હાલમાં શહેર લઘુમતી કોંગ્રેસના કાર્યકર્તા હતા અને તેઓ ૧૩ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં સામેલ થયા છે, (૧૫) ડોક્ટર મેહુલભાઈ પરમાર કે જેઓ ડોક્ટર ગ્રુપના અગ્રણી અને જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી તરીકે હાલમાં ફરજ બજાવતા હતા અને તેઓની સાથે 212 જેટલા કાર્યકર્તાઓને તેઓ ભાજપમાં લઈને સામે થયેલ છે, (૧૬) ડોક્ટર નિલેશભાઈ બામણીયા મધ્યા જોન પૂર્વ પ્રભારી બીટીપી અને તેઓ તેમની સાથે 15 કાર્યકર્તાઓને લઈને ભાજપમાં સામેલ થયેલ છે, (૧૭) પ્રતાપસિંહ સમસુભાઈ બિલવાળ વડવા ગામના સરપંચ છે અને તેઓ તેમની સાથે 10 કાર્યકર્તાઓને લઈને ભાજપમાં સામેલ થયેલ છે, (૧૮) લીમસીંગભાઈ નિસરતા અને (૧૯) કમલેશભાઈ નરવતભાઈ બારીયા દેવગઢ બારીયા કોંગ્રેસ ઉપપ્રમુખ તેઓની સાથે ૯૨ કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયેલ છે