એક બાજુ સરકાર દ્વારા લોકડાઉન – ૪ માં નિયમો હળવા કરતા જ બહારગામમાં ફસાયેલા લોકો દાહોદ જિલ્લામાં પરત આવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં કોરોના ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બહારગામ થી દાહોદ ગામ તથા જિલ્લામાં આવતા તમામ લોકોને ક્વોરન્ટાઈન કરી તેઓના સેમ્પલ લઈ તેની ચકાસણી કરી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આજે તા.૨૩/૦૫/૨૦૧૦ ને શનિવારના રોજ સવારમાં ૧૦૧ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા, ત્યારબાદ સાંજના અંદાજે ૦૫:૪૫ વાગ્યાની આસપાસ કુલ ૧૫૦ વ્યક્તિ રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્ર એ હાશકારો લીધો હતો પરંતુ થોડી વાર પહેલા અંદાજે ૦૮:૧૦ વાગે ૧૦ વ્યક્તિના રિપોર્ટ આવ્યા તેમાંથી ૦૬ ના રિપોર્ટ નેગેટિવ અને ૦૪ વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર દાહોદમાં અને તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આમ સવારથી લઈને અત્યાર સુધીમા કુલ ૨૬૧ વ્યક્તિના સેમ્પલના રિપોર્ટ માં ૦૪ વ્યક્તિના પોઝીટીવ આવ્યા હતા જેમાં ૦૨ વ્યક્તિ દાહોદના છે. જેમાં (૧.) શાહરુખ યુસુફ સબ્જીફરોસ ઉ.વ. – ૨૨ વર્ષ રહે. મારવાડી ચાલ, દર્પણ ટોકીઝ રોડ, દાહોદ., (૨.) મુકેશ પ્રહલાદ વણઝારા ઉ.વ. – ૩૬ વર્ષ રહે. વણઝારવાડ, દાહોદ. એક વ્યક્તિ નગરાળાનો છે. જે (૩.) ચુનિયાભાઈ ઝીથરાભાઈ હઠીલા ઉ.વ. – ૪૨ વર્ષ રહે. બંગલા ફળીયા, નગરાળા અને (૪.) મુકેશ મગન અંશેરીયા રહે. ચાલી ફળીયા, પોસ્ટ ઓફીસ પાસે, સંજેલીના છે. આ તમામ ની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે અને આ ચારે વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
હાલ દાહોદમાં અત્યાર સુધી કોરોના પોઝીટીવ કુલ ૩૪ કેસો નોંધાવા પામ્યા છે.જેની સામે કુલ ૧૮ લોકો કોરોના મુક્ત થવા પામ્યા છે ત્યારે હાલમાં કુલ ૧૬ એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.