THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. તેવામાં દાહોદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા સ્વૈછિક લોકડાઉન જાહેર કરેલ અને દૂધ તથા કરિયાણા જેવી આવશ્યક વસ્તુઓની જ દુકાનો સવારના ૦૬:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી ખુલ્લી જ રાખવાનું કહેવામાં આવેલ છે પરંતુ દાહોદ નગર પાલિકા વિસ્તારમાં આવેલ 8 દુકાનો કે જે બીનઆવશ્યક ચીજવસ્તુઓની હોઈ દુકાનો ખુલ્લી રાખેલ હોઈ નગર પાલિકાના સ્ટાફ દ્વારા આ 8 દુકાનોને સિલ મારવામાં આવી.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
આ દુકાનો ના નામમાં (૧) ખુશ્બુ ફેશન સેલ – એમ.જી. રોડ, (૨) હુતૈબ ટ્રેડિંગ કં. – મોહન ચક્કીની ગળી, (૩) ક્રિષ્ના કોમ્યુનિકેશન – વૃંદાવનની ગળી, સ્ટેશન રોડ, (૪) જાની મોબાઈલ – વૃંદાવનની ગળી, સ્ટેશન રોડ, (૫) ભાગ્ય લક્ષ્મી કંગન સ્ટોર્સ – વૃંદાવનની ગળી, સ્ટેશન રોડ, (૬) ફેન્સી કંગન સ્ટોર્સ – વૃંદાવનની ગળી, સ્ટેશન રોડ, (૭) નિર્મલ ફેશન – વૃંદાવનની ગળી, સ્ટેશન રોડ તથા (૮) સોનગરા ઇમિટેશન – વૃંદાવનની ગળી, સ્ટેશન રોડ, દાહોદ વિગેરે દુકાનોના માલિકોએ જાહેરનામા નો ભંગ કરી, સોશિયલ ડિસ્ટનસિંગ અને એપેડેમીક એકટ – ૧૮૯૭ ના ભંગ બદલ નગર પાલિકાના સ્ટાફ દ્વારા સિલ કરવામાં આવી હતી.
CLEAN YOUR HAND REGULARLY WITH OXI9 HAND SANITIZER