દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના મોટીઝરી ગામે ગ્રામજનોએ દીપડાને ઉતાર્યો મોતને ઘાટ. સમગ્ર વિસ્તારમાં કેટલાક સમય થી દીપડાને લઈને ભયનો માહોલ ફેલાયેલ હતો. ગત તા.૨૮/૦૩/૨૦૨૦ ને શનિવારના રોજ ફરીથી દીપડો દેખાતા ગ્રામજનોએ દીપડાને મારી નાખ્યો. આજ દીપડાએ ગામના 3 લોકો પર હુમલો પણ કર્યો હોવાની શંકાએ લોકોએ ભેગા થઈને દીપડાને મારી નાખ્યો. લાકડી તેમજ પથ્થરો મારી દીપડાને મારી નાખવામાં આવતા વનવિભાગ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. હાલ વનવિભાગે દીપડાની લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી.
HomeDev Baria - દેવ.બારીયા🅱️reaking : દેવગઢ બારીયા તાલુકાના મોટીઝરી ગામે ગ્રામજનોએ દીપડાને ઉતાર્યો મોતને ઘાટ