દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરના ભૂરીબા પાર્ટી પ્લોટની પાછળના ખેતરના ભાગમાં કોઈ અજાણ્યા ઇસમની લાશ જોવા મળી, લાશની હાલત જોતા આ લાશ અંદાજે બે દિવસ પહેલાની હોય તેવું જણાઈ આવેલ છે. સૂચના મળતા PSI બરંડા તથા સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી અને ખરાઇ કરતા લાસ ઉપર કોઈ મારેલાનું કે વાગેલાનું કોઈપણ નિશાન જણાય આવેલ ન હતું.
વધુમાં કરોડિયાના સરપંચ હિતેશભાઈ દ્વારા તેમના મારફતે કોઈ જાણવા મળેલ કે સકવાડાનો કટારા ગળ્યાભાઈ અંબજીભાઈ નામનો વ્યક્તિ ગત તા.૦૮/૦૫/૨૦૨૧ ના રોજ થી ગુમ થયેલ છે. તેવી જાહેરાત કરોડીયા સરપંચ દ્વારા જાણવા મળેલ હતી. અને પોલીસ દ્વારા તેની ખરાઇ કરતા આ એજ વ્યક્તિ છે તેવું જાણવા મળ્યું હતું. વધુમાં પોલીસે લાશને પી.એમ. કરવા માટે મોકલી આપેલ છે અને આ અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.