આજે વહેલી સવારે ભારતીય વાયુ સેના દ્વારા LOC પાર POK માં બાલાકોટ, મુઝફરાબાદ અને ચકોટીમાં આવેલ આતંકવાદી કેમ્પો ઉપર હુમલો કરી પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. આ જવાબના પગલે દાહોદ જિલ્લાના ભાજપના ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલુરવાલા, નગર સેવા સદનના પ્રમુખ અભિષેક મેડા, ઉપ પ્રમુખ પ્રશાંત દેસાઈ તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેનાને અપાયેલ છૂટ્ટા દોરથી વાયુસેના એ આજે જે એટેક કર્યો છે તેનાથી દાહોદ જિલ્લાની જનતા ખૂબ ખુશ છે અને આ ખુશી વ્યક્ત કરતા દાહોદ જિલ્લા ભાજપ દ્વારા પાલિકા ચોકમાં ફટાકડા ફોડી ખુશી જતાવી હતી.