દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના થાળા (સં.) ખાતે ગત રોજ તા.૧૨/૦૫/૨૦૨૧ ને બુધવારના રોજ ઝાલોદ નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી એસ.ડી. ચૌધરી દ્વારા વિઝીટ કરવામાં આવી હતી તે સમયે થાળા (સં.) ખાતેના કોવિડ સેન્ટરમાં 5 જેટલા યુવાનોને દાખલ કરેલા દેખાડવામાં આવ્યા હતા, અને ત્યારબાદ અધિકારીઓ રવાના થતાં જ બપોરના અંદાજે ૦૩:૦૦ વાગ્યાના સમયે બોગસ દર્દીઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા, અને ફરજ પરના કર્મચારીઓ પણ ગાયબ થઇ ગયા હતા. આ કોવિડ કેર સેન્ટરનું સંચાલન કરતા અધિકારોએ જ સરકારી તંત્રની આખોમાં ધૂળ નાખવાનો હીન પ્રયાસ કર્યો છે. તો શું આવા જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે ? કે પછી હોતી હે ચલતી હે ની લાલાયવાડી ચાલશે ? થાળા (સં.) ગામે 5 જેટલા યુવાનોને કોરોના સંક્રમિત હોવાના તમાસાનું નાટક કરી આરોગ્ય અધિકારીઓ શું તાલુકામાં ભય ફેલાવાનું નાટક કરે છે ? તે પ્રશ્ન સંજેલી તાલુકાની પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે. ગઈ કાલથી જ આ સેન્ટર પર અધિકારીઓની મુલાકાત બાદ બપોરના ૦૩:૦૦ વાગ્યથી જ ખંભાતી તાળા મારવામાં આવ્યા હતા. જેની આજે તા.૧૩/૦૫/૨૦૨૧ ને ગુરુવારના રોજ સવારે NewsTok24 ની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરતા તાળા મારેલા નજરે પડી રહ્યા છે. તો શું આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર તાલુકાના
આ કોવિડ કેર સેન્ટરના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં ભરશે કે પછી “કુંભકર્ણ ની જેમ ધોર નિંદ્રા” માં રહી આંખ આડા કાન કરશે ? તેવું તાલુકાની પ્રજામાં લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે.