THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જીલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ દ્વારા માસ્ક પહેરવુ ફરીજીયાત કરવામાં આવ્યું. સમગ્ર દાહોદ જીલ્લામાં આજે તા.૧૬/૦૪/૨૦૨૦ ના ગુુરૂવાર થી માસ્કની અમલવારી ફરીજીયાત. જીલ્લામાં કોરાના પોઝીટીવ કેસોમાં વધારો નોંધાતા લેવાયો નિર્ણય.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા કોરોના વાયરસ (Covid-19) ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. તેમજ આ અન્વયે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.
ગુજરાત રાજ્યમાં આ બાબતે કેટલાક વિસ્તારોમાં મોઢાં ઉપર માસ્ક પહેરવા ફરજિયાત કરવામાં આવેલ છે. સાવચેતીના પગલારૂપે તેમજ જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાને લઇ અત્રેના જિલ્લાની દરેેેક ગ્રામ પંચાયત વિસ્તારમાં દરેક વ્યક્તિઓએ ફરજિયાત રૂપે મોઢા ઉપર માસ્ક પહેરવા અથવા મોં અને નાકની આસપાસ રૂમાલ અથવા છૂટક કપડાંથી મો અને નાકને ઢાંકી રાખે ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે ફરજીયાત પાલન કરવા અંગે જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે. અને આનું પાલન ન કરનાર વ્યક્તિ પાસેથી પ્રથમ વખત ₹.150/- લેખે અને બીજી વખત ₹.500 /- લેખે દંડ કરવામાં આવશે આ દંડની ઉઘરાણી ની કામગીરી તલાટી કમ મંત્રીએ કરવાની રહેશે. તથા આવેલ દંડની રકમ ગ્રામ પંચાયત સ્વભંડોળ ખાતે જમા લેવાની રહેશે. ઉક્ત આદેશનું પાલન ગ્રામ્ય કક્ષાએ ખૂબ જ સખતાઈ થી કરવાનું રહેશે.