Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદ🅱️reaking : BS4 વાહન ધરાવતા ડીલરો અને જેના BS4 વાહન ધરાવનાર વાહન...

🅱️reaking : BS4 વાહન ધરાવતા ડીલરો અને જેના BS4 વાહન ધરાવનાર વાહન ધારકોના રજીસ્ટ્રેશન બાકી હોય તેવા વાહન ધારકો માટે ખુશીના સમાચાર

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

તા.૦૧/૦૪/૨૦૨૦ થી સમગ્ર દેશમાં BS6 વાહનોની નોંધણીની અમલવારી શરૂ થનાર હતી. અને ભારત સરકારના પત્ર તથા નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તા.૦૧/૦૪/૨૦૨૦ થી BS4 વાહનોની નોંધણી તેમાં જ ઉપાસક દ્વારા વેચાણ થઈ શકશે નહીં અને તા.૦૧/૦૪/૨૦૨૦ પછી આ વાહનોની નોંધણી થઇ શકશે નહીં આમ નામદાર કોર્ટના હુકમ મુજબ જે વાહન માલિકોના વાહનના પર્મનેન્ટ નંબર લેવાના બાકી હોય તથા રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તેઓએ ફરજિયાત પણે પોતાના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવાનું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા આજે તા.૨૭/૦૩/૨૦૨૦ ને શુક્રવારના રોજ એક જજમેન્ટ આપી દેવામાં આવ્યું છે કે લોકડાઉન પિરિયડ બાદ અમુક દિવસો આપવામાં આવશે જેમાં BS4 વ્હીકલ વેચાણમાં બચી ગયા છે તેને વેચવા માટેનો સમય આપવામાં આવશે અને જેના BS4 વાહનના રજીસ્ટ્રેશન બાકી છે તેમને રજીસ્ટ્રેશન કરવવાનો પણ સમય આપવામાં આવશે.

વધુમાં આ બાબતે FADA (ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર એશોસીએશન ઓફ ઈન્ડિયા) ના પ્રમુખ આશિષ કાલે દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી કે એક અંદાજે કુલ ₹.૬૪૦૦ કરોડ ઉપરના BS4 વાહનો વેચાણ માટે બાકી રહી ગયા છે જેના કારણે આવા BS4 વાહન વેચાણ ડીલરોને નુકશાન ન જાય. તે અરજીને સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી તેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આજે તા.૨૭/૦૩/૨૦૨૦ ના રોજ આદેશ આપ્યો છે કે અગાઉ BS4 વાહનોના વેચાણ માટે અને તેના રજીસ્ટ્રેશન માટે તા.30મી માર્ચની ડેડલાઇન આપવામાં આવી હતી પરંતુ અત્યારના આ લોકડાઉનના સમયને ધ્યાનમા રાખીને લોકડાઉન પિરિયડનો સમય વીતી જાય તે પછી થોડો સમય આપવામાં આવશે. જેમાં ડીલરોએ BS4 વાહનો વેચી દેવાના રહેશે અને જે લોકોએ BS4 વાહનના રજીસ્ટ્રેશન બાકી છે તે લોકોએ તે રજીસ્ટ્રેશન કરાવી લેવા રહેશે. આમ BS4 વાહન ડીલરો માટે ખુશીના સમાચાર છે. કે તેમને પડતા ઉપર પાટુ ન પડ્યું અને જે ડીલરો પાસે BS4 વાહન વેચવાના બાકી છે તેઓને લોકડાઉન પછી તે વાહનો વેચવા માટે થોડો સમય મળી રહેશે જેના લીધે તેઓ મોટા નુકશાનથી બચી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments