PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારાનો મતદારોને ભાજપને મત નહીં નાખો તો કોઈ પણ સરકારી લાભ નહીં મળે તેવું સભાને સંબોધતાનો વીડિયો થયો વાયરલ.
મતદારોને એક સભામાં ફતેપુરા ધારાસભ્ય રમેશ કટારાએ જણાવ્યું કે જો ભાજપને તમે લોકો મત નહી નાખો તો મોદી કામ ઓછું આપશે અને ઝૂંપડાના પૈસા પણ મોદી તમારા ખાતામાં નહીં નાખે.
મોદી કેમેરામાં બેઠો બેઠો બધું ભાળે છે કે કયા બુથમાં કેટલા મત ભાજપને અને કેટલા મત કોંગ્રેસને પડ્યા. જો તમે ભાજપ ને મત નહીં આપો અને કોંગ્રેસને આપશો તો અવળું થાશે.