Thursday, January 23, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદ🅱reaking : ઝાલોદની બી. એમ. હાઇસ્કુલના લંપટ શિક્ષકે શાળાની જ વિદ્યાર્થીનીની છેડતી...

🅱reaking : ઝાલોદની બી. એમ. હાઇસ્કુલના લંપટ શિક્ષકે શાળાની જ વિદ્યાર્થીનીની છેડતી કરી દુષ્કૃત્ય કરવાની કોશિશ કરતા ઝાલોદ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

 

 

THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરમાં લોકમુખે ચાલતી ચર્ચા અનુસાર બી. એમ. હાઇસ્કુલમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક પ્રીતેશ પટેલ પોતાને ત્યાં એક વિદ્યાર્થીની ઘણા સમયથી ટ્યુશન આવતી હતી તે વિદ્યાર્થિનીની બે-ત્રણ દિવસ પહેલા આ લંપટ શિક્ષકે છેડતી કરી દુષ્કૃત્ય કરવાની કોશિશ કરતા આ વિદ્યાર્થીની ટ્યુશનમાં જવાનું બંધ કરી દીધું હતું આ સગીરા ટ્યુશને ન જતા સગીરાના માતા પિતાએ ટ્યુશનમાં ન જવાનું કારણ પૂછતાં ટ્યુશન શિક્ષકે મારી છેડતી કરતા દુષ્કૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો તેમ સગીરાએ કહેતા તેના માતા-પિતા આજ રોજ સવારમાં બી. એમ. હાઇસ્કુલમાં જઈ આ ગણિત વિજ્ઞાનના શિક્ષક પ્રીતેશ પટેલને શાળામાંથી બહાર લાવી ઢોર માર માર્યો અને ત્યારબાદ આ શિક્ષકની છોડી દેતા શિક્ષક ત્યાંથી નાસી ગયો હતો.

ત્યારબાદ આ સગીરાના માતાપિતાએ ઝાલોદ પોલીસ મથકે જઈ આ લંપટ શિક્ષક પ્રીતેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઝાલોદ પોલીસે આ શિક્ષકની કલમ 354, પોકસો એક્ટ અને એક્ટ્રોસીટીની ધારા મુજબ ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments