🅱reaking : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવા દેવા ગામના એક ઇસમને LCB – SOG ની ટીમે દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડયો. લીમડી ગામે એક ઈસમ હથિયાર વેચવા આવાનો છે. એવી બાતમી ના આધારે LCB – SOG ની ટીમે ગોઠવી હતી. વોચ દરમિયાન લીમડી ચાકલીયા રોડ ઉપર ચેકિંગ હાથ ધરાયુ. ચેકીંગ દરમિયાન હિમ્મતસિંહ ઉર્ફે હરીશ લબના ખરસોડ ચાર રસ્તા ઉપરથી નીકળ્યો હતો. ત્યાં તેને રોકીને ચેક કરતા કમ્મરની ડાબી બાજુએ એક દેશી પીસ્તોલ ભરાવી હતી. LCB – SOG ની ટીમે તેને અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પીસ્તોલની કિંમત રૂ.25000/- છે. પોલીસનું કહેવું છે કે વધુ પૂછપરછ દરમિયાન આ આખું રેકેટ પકડાય તેવી શક્યતાઓ નકારી શકાય નહીં.