દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે એસટી બસ સ્ટેશન થી આજ રોજ તારીખ ૧૬/૦૯/૨૦૧૮ રવિવારે રાત્રીના સાત વાગ્યાના સમયે ઝાલોદ વાયા દાહોદ થી મહુવા જતી બસ નંબર GJ – 18 Y – 8664 દાહોદ આવી ત્યારે ડ્રાઇવર બસમાંથી ઉતરી જતો રહેલ અને અંદાજે ૦૯:૩૦ કલાકે પરત આવતા બસ લઇ મહુવા જવા નીકળેલ પરંતુ બસ જેવી દાહોદ ની સડક પર નીકળી તેવામાં જ એક ઘરડા કાકાને અડફેટમાં લઈ લેતો પરંતુ સદનસીબે કાકા બચી ગયા હતા. આ ઝાલોદ વાયા દાહોદ થી મહુવા બસ બાલાસિનોર ડેપોની હતી.બસ ડ્રાઈવર બસને લઈને દાહોદના ST ડેપોમાંથી નીકળી તે તળાવ ચોકમાં આવતા ત્યાં બે બાઇક સવારોને પણ અડફેટમાં લેતા તેઓનો પણ આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ બસના પેસેન્જરો દ્વારા ડ્રાઈવરને બસ રોકવાનું કહેતા ડ્રાઈવરે બસ રોકી ત્યારે પેસેન્જરોએ હલ્લો કરતા ડ્રાઇવર બસ છોડી ભાગી ગયો હતો ત્યારે માલૂમ પડ્યું હતું કે ડ્રાઇવર પીધેલી હાલતમાં હતો તેની બેગ ખોલી તપાસ કરતા તેમાંથી Haywards 5000 બિયર ના બે ટીન તથા ઓએસિસ બ્રાન્ડની ત્રણ રોયલ બાર અંગ્રેજી શરાબના ક્વાર્ટર મળ્યા હતા.
વધુમાં દાહોદ ST ડેપો મેનેજર ને આ બાબત થી વાકેફ કરવામાં આવ્યા તો તેઓએ બીજા ડ્રાઇવરની ગોઠવણ કરી તે બસને મહુવા જવા રવાના કરી હતી. આ બાબતની જાણ દાહોદ પોલીસને કરતા દાહોદ પોલીસ પણ ઘટના સ્થળે આવી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી.