Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદ🅱reaking : દાહોદના ગરબાડા ચોકડી ઉપર વહેલી સવારે ગૌરક્ષકો દ્વારા દાહોદ પોલીસની મદદથી...

🅱reaking : દાહોદના ગરબાડા ચોકડી ઉપર વહેલી સવારે ગૌરક્ષકો દ્વારા દાહોદ પોલીસની મદદથી ૨૧ ગૌવંશને ગોધરાના કતલખાને લઈ જતા બચાવાઈ

THIS NEWS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ ના ગરબાડા ચોકડી ઉપર આજે તા.૨૬/૦૬/૨૦૧૯ ને બુધવારની વહેલી સવારે ગૌરક્ષકો ઉપર ટ્રક ચઢાવી દેવાની કોશિશ, આ ટ્રકમાં 21 ગૌવંશ (ગાયો) ને ગોધરાના કતલખાને કતલ માટે લઇ જવાતી હતી. આ ટ્રકને દાહોદના ગરબાડા ચોકડી ઉપર ગૌરક્ષકો અને પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલક દ્વારા ગૌરક્ષકોની ગાડી ઉપર નાખી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ગૌરક્ષકોનો યેનકેન પ્રકારે બચાવ થયો. બાદમા પોલીસ અને ગૌરક્ષાદળ દ્વારા પીછો કરી નાસતી ટ્રક ને પકડી પાડી

દાહોદ પોલીસ દ્વારા તમામ 21 ગયોને બચાવી સુરક્ષિત રીતે ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવી હતી. દાહોદ પોલીસે ટ્રકમાંથી બે ઇસોમે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ ગેરકાયદેસર પશુવહન કરી અને કતલખાને લઇ જઇ હત્યા કરવા મામલે કૃઆલીટી ટુ એનિમલ એકટ તેમજ ગૌ હત્યાની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments