દાહોદના દેવગઢ બારીયાની સંચાગલીમાં એક ભાડાની ઓફીસ માં ACB એ એક વ્યક્તિની વારસાઈ કરવા માટે દેવગઢ બારીયા તાલુકાની સાગારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ₹. ૩૦૦૦/- ની લાંચ માંગી અને ₹. ૨૦૦૦/- લેતા રંગે હાથ ઝપાઈ ગયા જેમાં ₹. ૧૦૦૦/- અગાઉ લઈ લીધા હતા.
દાહોદ ACB ના જણાવ્યા અનુસાર ACB માં ફરિયાદ કરનારે જણાવ્યું હતું કે તેઓના ગામના જેંગાભાઇ માનાભાઇ નાયકના પિતા અવસાન પામેલા હોઈ તેઓની જમીનમા વારસાઈ હકકે નામ દાખલ કરવા માટે દેવગઢ બારીયા તાલુકાના સાગારા ગ્રામ પંચાયતના આ તલાટી કમ મંત્રી યોગેન્દ્રસિંહ પરમાર ને મળેલ અને તે કામ માટે તેઓ એ ₹. ૩૦૦૦/- ની માંગણી કરેલ અને આ કામે ફરીયાદીએ આરોપીને રુબરુ મળતા ₹. ૩,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી અને અગાઉ ₹. ૧,૦૦૦/- આપી દીધેલ હતા અને બાકીના રુ. ૨,૦૦૦/- માંગતા ફરીયાદીએ ACBમાં ફરીયાદ કરતા છટકુ ગોઠવતા આરોપીએ લાંચ માંગી, ₹. ૨,૦૦૦/- સંચાગલી બજારમાં ભાડાની ઑફિસમા દેવગઢ બારીયા સ્વીકારતા રંગે હાથ acb ACB P.I.જે.એમ ડામોર પંચમહાલના હાથે ઝડપાઇ ગયેલ છે. આ સમગ્ર ઘટનાનું છટકુ ગોઠવનાર અધિકારી જે. એમ. ડામોર, પંચમહાલ ACB P.I. ગોધરા. અને સમગ્ર ટ્રેપનું સુપરવિઝન એન. પી. ગોહિલ
મદદનીશ નિયામક ACB વડોદરા એકમ વડોદરાએ કર્યું હતું. આરોપીને દેવગઢ બારીયાથી અટક કરી હાલ દાહોદ લાવવામાં આવશે.