THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના જુના વણકરવાસમાં રહેતા કુરેશી પરિવારના જ 5 લોકોને કોરોના પોઝીટીવ. સરફરાઝ અને વસીમ કુરેશીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમના જ પરિવારના વધુ 5 કેસ પોઝીટીવ. દાહોદમાં કુરેશી પરિવારના કુલ 7 લોકોને કોરોના પોઝીટીવ થયા. ગઈ કાલે તા.૦૩/૦૫/૨૦૨૦૨ ને રવિવાર સુધી 2 કેસ તેમના પોઝીટીવ હતા અને આજે તા.૦૪/૦૫/૨૦૨૦ ને સોમવારના દિવસે વધુ 5 કેસ પોઝીટીવ આવ્યા. તે પોતાના જ પરિવારના સરફરાઝ કુરેશીના કારણે સંક્રમિત થયા છે.
મધ્યપ્રદેશના નીમચથી ખંગેલા બોર્ડર પાર કરીને દાહોદ આવનાર આ પરીવારમાંથી કુલ ૧૧ પૈકી અત્યાર સુધીમાં ૭ સભ્યોને કોરોના વાઈરસ લાગુ પડી ગયો છે. આ તમામ કોરોના ગ્રસ્ત દર્દીઓને અહીંની સિવિલ હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે. જયારે બાકીના ૪ સભ્યો હાલે ગર્વમેન્ટ ક્વોરોન્ટાઇનમાં છે. જે પૈકી એક સભ્યનો રીપોર્ટ આવવાનો બાકી છે. આજ રોજ તા.૦૪/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ પોઝેટીવ આવનારા સભ્યોમાં ૩૭ વર્ષ અને ૩૦ વર્ષની બે મહિલાઓ, ૧૨ વર્ષની એક કિશોરી, તથા ૧૦ વર્ષ અને ૮ વર્ષના બે બાળકોનો સમાવેશ થાય છે. જેઓના નામ : (૧) રેશ્મા કુરેશી ઉ.વ. ૩૭ વર્ષ, (૨) નાઝિયા કુરેશી ઉ.વ. ૩૦ વર્ષ, (૩) અકસા કુરેશી ઉ.વ. ૧૨ વર્ષ, (૪) દાઇમ વસીમ કુરેશી ઉ.વ. ૧૦ વર્ષ અને (૫) આસિઝાદ વસીમ કુરેશી ઉ.વ. ૦૮ વર્ષ છે. આમ દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૧ કેસ કોરોના વાયરસના નોંધાયા છે. જે પૈકી હાલ ૮ કેસ એક્ટીવ છે. આમ પ્રસાશન દ્વારા આખા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી સીલ કરાયો છે.
આ કુરેશી પરિવાર મધ્યપ્રદેશથી દાહોદમાં બોર્ડર ક્રોસ કરીને કેવી રીતે ઘુસી ગયો ? અને આટલા બધાને કોરોના પોઝીટીવ હતો તેમ છતાં દાહોદમાં મધ્યપ્રદેશના નીમચ થી ખંગેલા બોર્ડર ક્રોસ કરીને કેવી રીતે આવી ગયા ? તે સમગ્ર દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. અને એવી તો કઈ જગ્યાએ ખામી રહી ગઈ કે જેના કારણે આટલા બધા કોરોના પોઝીટીવ લોકો બોર્ડર ક્રોસ કરી દાહોદમાં ઘુસી ગયા. કેમ કે દાહોદમાં આવ્યા ત્યારબાદ તેઓને કોરોના પોઝીટીવ નથી થયો તે લોકો ત્યાથી જ સંક્રમિત થઈને આવેલા હોય તેવું જણાઈ રહ્યું છે.
દાહોદના લોકોમાં ટોક ઓફ ધી ટાઉન અને હોટ ચર્ચા એક જ વસ્તુની થઈ રહી છે કે આ કુરેશી પરિવાર મધ્યપ્રદેશની બોર્ડર પાર કરીને દાહોદ આવ્યા કેવી રીતે ? શું તેમણે થોડાક રૂપિયા લઈને ઘુસાડી દેવામાં આવ્યા છે ? કે લોભલાલચમાં દાહોદની ખંગેલા બોર્ડર ક્રોસ કરાવવામાં આવી છે ? કે પછી છૂપી રીતે ખાનગી વાહન દ્વારા તેઓ ઘુસી ગયા છે ? તે એક તપાસનો વિષય છે, પરંતુ પ્રશાસન આ બધી વસ્તુની તપાસ કરે. કારણ કે અગાઉ જે પ્રથમ કોરોના પોઝીટીવ આવ્યો તે પણ ઈન્દોર થી દાહોદની ખંગેલા બોર્ડર ક્રોસ કરીને આવેલ હતો. તેમાં પણ તંત્ર થાપ ખાઈ ગયું હતું અને હવે તો આ 7 કેસ એક સમટા આવી ગયા છે. તો શું આવા લોકો ગેરકાયદેસર રીતે આવી જશે ? અને તેનો ભોગ નિર્દોષ લોકોએ બનવાનું રહેશે ? પ્રસાશન આ બધી બાબતો ઉપર કડક રીતે કાર્યવાહી કરીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરશે કે કેમ તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.