THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૧૮/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ કુલ ૧૬૭ સેમ્પલના રિપોર્ટ આવ્યા હતા. જેમાં ૧૬૩ વ્યક્તિઓના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૪ વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેેેમાં દાહોદના જૂની કોર્ટ રોડની પાછળ આવેલ ભીલવાડમાં ત્રણ કેસ પોઝિટિવ આવતા આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી સીલ કરાયો. (૧.) મધુબેન ભુલાભાઈ પરમાર ઉ.વ. – 60 વર્ષ જૂની કોર્ટ બિલ્ડીંગ પાછળ, દાહોદ (૨.) ભીખીબેન રમણલાલ પરમાર ઉ.વ. – 60 વર્ષ જૂની કોર્ટ બિલ્ડીંગ પાછળ, દાહોદ., (૩.) સુશીલાબેન મફતલાલ પરમાર ઉ.વ. – 56 વર્ષ જૂની કોર્ટ બિલ્ડીંગ પાછળ, દાહોદ., આ ત્રણે અમદાવાદથી ટ્રાવેલ હિસ્ટરીવાળા કેસ છે અને તેઓના તા.૧૫/૦૫/૨૦૨૦ એ સેમ્પલ લીધા હતા. તેઓ હોમ કોરેન્ટાઇન હતા. જ્યારે અન્ય એક કેસ ઝાલોદના સીમાલિયાનો પોઝિટિવ આવ્યો હતો. (૪.) લલીતાબેન કિશોરી ઉ.વ. – 45 વર્ષ સીમાલિયા, ઝાલોદ. આ ચોથો કેસ મુંબઇ ની ટ્રાવેલ હિસ્ટ્રી વાળો કેસ છે.
એક સાથે આજે દાહોદમાં ત્રણ કેસ અને એક કેસ ઝાલોદમાં આવતા ત્રણ દિવસમાં કુલ 8 કેસ પોઝીટીવ થતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આજે કોરોના પોઝીટીવ આવેલ આ ચારેયને ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ ખાતે એડમિટ કરવામાં આવ્યા છે. આમ દાહોદમાં કુલ આ 4 નવા કેસ સાથે સાથે 26 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 16 ને રજા અપાઈ છે અને 10 હોસ્પિટલાઈઝ છે.