દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ માર્કેટ યાર્ડના પાછળના ગેટ પાસે અને લિટલ ફ્લાવર સ્કૂલ નજીક એક ટ્રકએ મેઈન ફીડરની લાઈન જાય છે તે થાંભલાને ટક્કર મારતા થાંભલો પડી ગયો હતો. આ થાંભલો પડતા અન્ય 2 થાંભલા ખેંચાઈ જતા તેને પણ નુકશાન થયું હતું અને આ થાંભલો એ વિસ્તારના રહેણાંક મકાન ઉપર પડ્યો હતો. પરંતુ સપ્લાય ચાલુ હોવા છતાં ઘરની બાલ્કનીમાં કોઈ હતું નહીં, જેના કારણે કોઈને જાનહાની થઇ નથી અને લાઈન બંધ થઈ જતા એક મોટી દુર્ઘટના થતા ટળી હતી. પરિણામે દાહોદના ગોવિંદ નગર, મંડાવાવ રોડ, પંકજ સોસાયટી, ચાકલીયા રોડ, ગૌશાળા, દૌલત ગંજ બજાર જેવા વિસ્તારોની વીજળી ગુલ થઈ ગઈ હતી. સાંજની લાઇટો બંધ થતાં લોકોને કલાકો સુધી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે
આ તમામ વિસ્તાર રેસિડેન્સીયલ હોઈ લોકોને બહારનો બફારો અને ઉપરથી વીજળી ગુલ. દાહોદ MGVCL ના અધિકારી તેમજ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા, અને તેઓએ આ પડી ગયેલા થાંભલા ઉભા કરવાની તજવીજ તાત્કાલિક અને યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.