Thursday, January 23, 2025
Google search engine
HomeGarbada - ગરબાડા🅱reaking : દાહોદ જિલ્લાના ગરબાડા રેંજની ટૂંકી રાઉન્ડની પાટિયા બીટના ભે ગામે...

🅱reaking : દાહોદ જિલ્લાના ગરબાડા રેંજની ટૂંકી રાઉન્ડની પાટિયા બીટના ભે ગામે ખાલી કૂવામાં પડેલ દીપડાને રેસ્ક્યુ ટીમ દ્વારા નીકળવામાં આવ્યો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • તા.૦૧/૦૭/૨૦૧૯ ના રોજ જંગલમાંથી શિકાર કરવા આવેલો દિપડો રાત્રીના સમયે સૂકા ઊંડા કૂવામાં ખાબક્યો હતો સાથે સાથે એક બિલાડી પણ આજ કૂવામાં ખાબકી હતી.
  • દિપડો અને બિલાડી એકજ કૂવામાં હોવા છતાં દિપડાએ બિલાડી ઉપર હુમલો કર્યો ન હતો પરંતુ બિલાડીનું ડરના કારણે ગત રાત્રીએ મોત નીપજયું હતું તેમ ગરબાડા R.F.O. દ્વારા જાણવા મળ્યું હતું.
  • કૂવામાં ખાબકેલો દિપડો રાત્રીના ૦૯:૩૭ મિનિટે કૂવામાંથી બહાર નીકળીને જતાં કેમેરા ટ્રેપમાં ટ્રેસ થયો હતો.

તા.૦૧/૦૭/૨૦૧૯ ના રોજ રાત્રીના સમયે જંગલ વિસ્તારમાંથી શિકારની શોધમાં એક દિપડો ગરબાડા તાલુકાના ભે ગામના ભાગોળ ફળીયામાં આવી પહોંચ્યો હતો અને અંધારામાં આ દિપડો આજ ફળીયામાં આવેલા ૩૦ થી ૩૫ ફૂટ જેટલા ઊંડા પાણી વગરના અવાવરૂ કુવામાં અકસ્માતે ખાબકયો હતો. ગઇકાલે તા.૦૨/૦૭/૨૦૧૯ ના રોજ સવારમાં ગરબાડા જંગલ ખાતાને આ બાબતની જાણ થતાં જંગલ ખાતાના કર્મચારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને આખો દિવસ ત્યાંજ રોકાયા હતા અને દિવસ દરમ્યાન દિપડાને રેસક્યુ કરવાની તજવીજ હાથ ધરી હતી.

દિપડો કોઈ વ્યક્તિ ઉપર કે પાલતુ પશુઓ ઉપર હુમલો ન કરે કે નજીકના ઘરોના ઘૂસી ન જાય તે માટે દિવસભર દિપડાને કૂવામાં જ રહેવા દીધો હતો અને જંગલ ખાતાની ટીમ દ્વારા કૂવાની આસપાસ કેમેરા ટ્રેપ લગાવી ગત રાત્રીના સમયે નજીકમાં રહેતા તમામ લોકોના ઘરો બંધ કરાવી જંગલ ખાતાની ટીમ દ્વારા રાત્રીના ૦૯:૦૦ વાગ્યા બાદ કૂવામાં ૪૦ ફૂટ જેટલી લાંબી સીડી ઉતારી દિપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

કૂવામાં ખાબકેલો દિપડો બહાર નીકળીને જતાં જંગલ ખાતાની ટીમ દ્વારા કૂવાની આસપાસ લગાવવામાં આવેલા કેમેરા ટ્રેપમાં રાત્રીના ૦૯:૩૭ મિનિટે ટ્રેસ થયો હતો જે તસવીરમાં નજરે પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments