PRAVIN KALAL –– FATEPURA
THIS NEWS IS APONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગામમાં દાન આપવાના બહાને 2 ગઠિયાઓ એક વૃદ્ધ મહિલાની ₹.૬૦,૦૦૦/- ની ચેન તફાડાવી ફરાર. ફતેપુરાની એક જૈનની કરિયાણાની દુકાને 2 ગઠિયાઓએ આવી કોઈક વ્યક્તિએ દાહોદથી દાન આપવા મોકલ્યા છે તેવું વેેેપાારીને કીધું અને વેપારીએ દાન આપો કહેતા આ ગઠિયાઓએ ગુપ્ત દાન આપવું છે અને એ પણ વડીલ મહિલાના હાથમાં અને મંદિરમાં, તેવું કહેતા વેપારી તેઓના પોતાના સગા કાકીને લઇ મંદિર પહોંચ્યા અને પાછળ પાછળ 2 ગઠિયાઓ બાઇક ઉપર ગયા.
ત્યારબાદ ગુપ્ત દાનના બહાને એક ગાંઠિયાએ કીધું કે હું અને બા અંદર મંદિરમાં જઈએ છીએ અને તમે બે અહીં ઉભા રહો. તેવું કહી બીજા ગાંઠિયાને પેલા કરિયાણાના વેપારી સાથે બહાર ઉભો રાખ્યો અને પેલા ગાંઠિયાએ મંદિરમાં જઈ વડીલ મહિલા ના હાથમાં રબર ચઢાવેલ 500ની નોટની ગડ્ડી આપી પોતાની સોની ચેનને અડાડવાનું કહ્યું. પછી ફરી કહ્યું કે તમે ચેન ઉતારો અને હું આ દાનના રૂપિયા મુકુ છું એના ઉપર ચેન મુકો એમ કહી રૂપિયા ઉપર ચેન મુકાવી રૂમાલમાં બાંધી અને ગાંઠ મારી. અને વડીલ મહિલાને કહ્યું કે તમે આ રૂમાલ અંદર મૂકી આવો જેથી મહિલાએ કહ્યું માંરાથી નહીં જવાય તમે જ મુકી દો.
તેમ કહેતા ગઠિયો અંદર જઇ રૂમાલ મૂકી અને આવી ગયો અને વડીલ મહિલાને કહ્યું હું બહારથી પ્રસાદ લઇને એવું છું. અને તેમ કહી બહાર જઈ પેલા વેપારીને કહ્યું કે તમે હવે જાઓ, મેં દાન આપી દીધું છે. તેમ કહી વેપારી અંદર ગયો અને તેમના કાકી પાસે દાનના રૂપિયા માંગતા તેઓ એ કહ્યું કે તે મારી ચેન સાથે અંદર મૂકીને ગયો છે. કરિયાણા વેપારી ભત્રીજાએ અંદર જઈને જોયું તો કોઈ રૂમાલ મળ્યો નહી અને તુરંત બહાર આવી આજુબાજુ જોતા ગઠિયાઓ પણ જોવાય નહીં
ત્યારબાદ ફટાફટ બધા સગાઓને ફોન કરી આજુબાજુ દોડાવી તાપસ કરવી પણ બે ગઠિયાઓ બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા. અને આ મામલે અંતે કરીયાણાના વેપારીએ 2 અજાણ્યા ગઠિયાઓ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે સોનાની ₹.૬૦,૦૦૦/- ની ચેનની ઠગાઈ કરવા બદલ બે ગઠિયાઓ વિરુદ્ધ ૪૨૦ નો ગુનો નોંધી આ ગઠિયાઓની તપાસ કારીયાણાના વેપારીની દુકાનના CCTV ફૂટેજમાં જોઈ અને આગળ વધારી છે.
અમારે ત્યાં ધજા, ચૂંદડી, પૂજાપાનો તથા લગ્નનો સમાન અને દશામાતા ની મૂર્તિઓ હોલસેલ ભાવમાં મળશે.