દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કુંડલી ગામે બે ભાઈ વચ્ચે ઝઘડો થતા 1નું મોત થયું. 40 વર્ષીય સોરમાભાઈનું ઘટના સ્થળેજ મોત. લાકડીઓ તેમજ તલવારના ઘા મારી હત્યા કરવામાં આવી. પોતાના 12 વર્ષના છોકરા સામે જ થઈ ગઈ પિતાની હત્યા, પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી બોડી ને પી.એમ.અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ લાવામા આવી હતી. લીમખેડા પોલીસે સ્થળ પંચનામું કરી IPC કલમ 302 નો ગુનો નોંધી Dy.S.P. કાનન દેસાઈએ આગળની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપી હતી.