દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર છેલ્લા એક સપ્તાહથી લાગે છે મોટી મોટી લાઈનો, જે અર્થહીન છે. જનધનમાં ખુલેલા ખાતાઓમાં યોજનાના રૂપિયા જમા થાય. આ લાઈનો રાત્રે બાર વાગ્યાથી લાગવાની શરૂ થઈ જાય છે. અને લોકોને જાણીને નવાઈ લાગશે કે લાઈનમાં કેમ ઉભા છો એવું પૂછતાં ઘણા ખરા તો એવા લોકો પણ છે કે જેઓ ખબર જ નથી કેમ ઉભા છે
તેમનું કહેવું છે કે અમારા ગામના બીજા આવીને ઊભા એટલે અમે ઉભા છે. પણ જ્યારે NewsTok24 ની ટીમે આ મામલે તપાસ કરી તો સાચી હકીકત બહાર આવી કે ખરેખર આ પોસ્ટ ઓફિસની બહાર લાઈનો લાગી કેમ??
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી અને ₹.૨૦૦૦/- તેમના બેન્ક ખાતામાં જમા કરાવવા કહ્યું છે ત્યારથી આ બધા ખેડૂતો પોતાના ખાતા ખોલવા પોસ્ટલ બેન્ક કે જે દાહોદની પોસ્ટ ઓફિસમાં શરૂ થયેલ છે તેમ ખાતા ખોલવા માટે લાઈનમાં ઉભા છે. અને બીજી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન જે ૬૦ વર્ષ પછી પેન્શન યોજના શરૂ કરી છે તેના માટે પણ ખાતા ખોલાવા માટે ઉભા છે.
પરંતુ ત્યાં અમુક લોકો પૂછ્યું કે તમે આજ કામ પોસ્ટ ઓફીસ ખુલ્યા પછી થાય છે તો સવારે કેમ નહીં અને રાત્રે જ આવી જાઓ છો?? તો આ પ્રશ્નો જવાબ કેમેરા ઉપર ના આવતા એક વડીલે કહ્યું કે હમણાં મોદીએ બધાને રૂપિયા આપવાનું કીધું છે અને એ આપવાનું બંધ કરે એ પહેલા અમે લાઈનોમાં લાગી જલદીથી લઇ લઈએ.
એટલે ખરેખર તો આ લોકોને ખબર જ નથી કે તેઓ શુ લેવા અને કેમ ઉભા છે પણ ખાતું ખોલાવીશું તો કાંઈક મળશે ખરું અને ના ખોલાવીએ તો રહી જઈશું જેના લીધે એક એક કિલોમીટર સુધીની કતારો રાતના 12 વાગ્યાથી જ કરીને બેઠા હોય છે.
પાછલા એક અઠવાડિયાથી આમ જ ચાલતું હતું પરંતુ આજ રોજ વધુ પડતી વ્યવસ્થા ખોરવાતા અને ટ્રાફિક જામ થતા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા આ ન્યૂઝ ઓનએર થતા પોસ્ટ ઓફિસ તંત્ર દોડતું થયું અને જિલ્લા સુપ્રીટેન્ડ ઓફ પોસ્ટના દિનેશકુમાર ડાંગરે નીચે મુજબની એક પ્રેસનોટ માહિતી ખાતાના માધ્યમથી તમામ મીડિયાને સમાચાર પત્રોના માધ્યમથી પ્રસિદ્ધ કરવા વિનંતી કરી હતી. જેની વિગત નીચે મુજબ છે.
આથી જાહેર જનતા જોગ જણાવવાનું કે હાલમાં એવી અફવા ફેલાવવામાં આવેલ છે કે પોસ્ટ ઓફીસ દ્વારા ખોલવામાં આવતા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ખાતામાં હાલ સરકારી સહાય જમા થઇ રહી છે જે તદ્દન જખોટી વાત છે. પોસ્ટ ઓફિસમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના જે નવા ખાતા ભારતીય ટપાલ વિભાગ દ્વારા ખોલવામાં આવે છે તે માત્ર ને માત્ર એક સેવિંગ્ઝ એકાઉન્ટ જ છે તેમાં કોઈ પણ પ્રકારની નાણાકીય સહાય માટેની કોઈ જ જાહેરાત પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ નથી. આ ખાતા માત્ર નાણાકીય લેવડ-દેવડ પૂરતા જ ખોલવામાં આવે છે તો તેમાં હાલ કોઈ પણ પ્રકારની સરકારી યોજનાનો લાભ મળે છે તેવી બાહ્ય લોભામણી અને ખોટી વાતોમાં આવવું નહિ.