દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ઝાયડ્સ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સંજેલી તાલુકાના કુંડા ગામનો એક યુવક નામે નિલેશ વાઘજી કિશોરી વર્ગ ૪ તરીકે કાર્યરત હતો કોઈક કારણસર તેને ઝાયડ્સમાંથી છૂટો કરવામાં આવ્યો તો તે યુવકે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીને પત્ર લખી તેમાં જણાવ્યું કે જો ઝાયડ્સ કંપની મને નોકરી પર પરત રાખશે નહીં તો હું મારા પરિવાર સાથે ઝાયડ્સ હોસ્પિટલના પરિસરમાં આત્મવિલોપન કરીશ અને તેની તમામ જવાબદારી ઝાયડ્સની રહેશે. આ બાબતની જાણ થતાં દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈશરનાં માર્ગદર્શન હેઠળ દાહોદ પોલીસે ત્વરિત કાર્યવાહીના ભાગ રૂપે ગ્રામ્ય પોલીસ અને શહેરી પોલીસે ચારેય તરફ વોચ ગોઠવી હતી અને ઝાયડ્સ પર અને કલેક્ટર કચેરી પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ફાયર અને સેફટીની સુવિધાઓ ઉભી કરી હતી. અને તે દરમ્યાનમાં દાહોદ પોલીસના દિનેશભાઈ અને પ્રકાશભાઈ કલેક્ટર કચેરીએ હાજર હતા અને તેઓ સંજેલી આ યુવકના અન્ય નામથી કોન્ટેક્ટ હોઈ તેઓ તેની જોડે સંપર્કમાં હતા અને સંપર્કમાં હોવાને કારણે જેવો તે યુવક કલેક્ટર કચેરીએ આવ્યો તેવો જ તેના પરિવાર સાથે તેની ધરપકડ કરી અને ત્યાંજ હાજર રૂરલ PSI ભાવેશ પટેલ તથા સ્ટાફના માણસોએ આ યુવક અને તેના પરિવારની ધરપકડ કરી આત્મવિલોપન કરતા દાહોદ શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસે ભેગા મળીને અટકાવ્યા અને એક અઘટિત ઘટના બનતી અટકાવી છે.