ઝાલોદ RTO ચેક પોસ્ટ પર ACB એ કરી ટ્રેપ. ટ્રેપમાં બરોડા ACB પી.આઈ કહાર ની ટીમે કરી ટ્રેપ. ઝાલોદના કોમ્પ્યુટર ઓપરેટર એ અંડરલોડ ગાડી પાસ કરવા માંગી હતી લાંચ ₹.100 થી ₹. 500ની લાંચ સ્વીકારી કોમ્પ્યુટર ઓપરેટરે RTO ઇન્સ્પેકટરની હાજરીમાં કોઈ રસીદના આપી અને ACB ના હાથે રંગે હાથ લાંચ લેતા ઝડપાઇ ગયા
આમ RTO આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર ઝાલોદ ગોપાલ જી. બુદ્ધદેવ અને પ્રાઇવેટ કોમ્પ્યુટર ઓપરેટર સુધીર કે. વસૈયા એક બીજાના મેળાપીપણામાં બન્ને જણા લાંચ લેતા ઝડપાયા. ACB પી .આઈ કહાર એ આગળની કાર્યવાહી હાથ ધરી. દાહોદ જિલ્લાના તમામ RTO અધિકારીઓમાં આ ટ્રેપ થી ફફડાટ વ્યાપી ગયો હતો.