ગરબાડા પોલીસે નીમચ ગામેથી ₹.૨૫,૨૦૦/- નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી બે મોટર સાઇકલ સહિત કુલ ₹.૭૫,૨૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

0
309

 

 

ગરબાડા પોલીસ સબઈન્સ્પેકટર તેમના સ્ટાફના માણસો સાથે સવારમાં નીમચ પ્રાથમિક શાળા રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન ગરબાડા PSI ને મળેલ બાતમીના આધારે ગરબાડા PSI સહિતના સ્ટાફના માણસોએ વોચ રાખતા તે દરમ્યાન મધ્યપ્રદેશ તરફથી મોટર સાઇકલ ઉપર લાવવામાં આવતો ₹.૨૫૨૦૦/- ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી ₹.૫૦,૦૦૦/- ની કિંમતની બે મોટર સાઇકલ સહિત ₹.૭૫,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ દારૂની ખેપ મારનાર બંને ઇસમોને પોલીસે ઝડપી પાડેલ છે.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, આજ તા.૦૩/૦૮/૨૦૧૮ ના રોજ ગરબાડા PSI આર.આર.રબારી તેમના સ્ટાફના માણસો સાથે સવારના વાહન ચેકિંગમાં નીમચ પ્રાથમિક શાળા રોડ ઉપર હતા તે દરમ્યાન ગરબાડા PSI ને બાતમી મળેલ કે બે ઇસમો અલગ અલગ મોટર સાઇકલ ઉપર ઇંગ્લિશ દારૂની પેટીઓ લઈને મધ્યપ્રદેશ થી નીમચ ચોકડી બાજુ આવી રહેલ છે. જે બાતમીના આધારે ગરબાડા PSI તેમના સ્ટાફના માણસો સાથે વોચમાં ઊભા હતા તે દરમ્યાન બાતમી મુજબના બે ઇસમો M.P. બાજુથી મોટર સાઇકલ ઉપર બંને બાજુ થેલા લટકાવી આવતા હોય પોલીસે તેમને રોકવાનો ઈશારો કરતા બંને ઇસમોએ તેમની મોટર સાયકલ ઊભી રાખતા પોલીસે જોતાં બંને મોટર સાઇકલ ઉપરના થેલાઓમા ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરેલ હોય જેથી પોલીસે પ્રથમ ઇસમનું નામઠામ પૂછતા તેને તેનું નામ સવાભાઇ મેગુભાઈ સંગાડા, રહે.ગુલબાર, કૂવા ફળિયા, તા.ગરબાડા, જિલ્લો.દાહોદ હોવાનું જણાવેલ અને તેની મોટર સાઇકલ ઉપરના થેલામાં રોયલ સિલેક્ટ વ્હીસ્કી એમપીના માર્કાવાળી ૧૮૦ મિલીની પ્લાસ્ટિકની શીલબંધ ક્વાર્ટરીયા પેટી નંગ.૬ જેમાં ક્વાર્ટર નંગ.૨૮૮ જેની કિંમત ₹.૧૪૪૦૦/- નો મળી આવતા પોલીસે બજાજ પલ્સર મોટર સાઇકલ નં.GJ-20  L-4092 લખેલ મોટર સાઇકલ જેની કિંમત ₹.૩૦,૦૦૦/- મળી કુલ ₹.૪૪,૪૦૦/- નું મુદ્દામાલ તેની પાસેથી ઝડપી પાડેલ

 

જ્યારે બીજા ઈસમનું નામઠામ પૂછતાં તેને તેનું નામ રાજુભાઇ પીદીયાભાઈ ભાભોર, રહે.જાંબુઆ, તોરણ ફળીયા, તા.ગરબાડા, જિલ્લો.દાહોદ હોવાનું જણાવેલ અને તેની મોટર સાઇકલ ઉપરના થેલામાં ઇંગ્લિશ દારૂની પેટીઓ જોતાં જેમાં માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ એમપીના માર્કાની કાચની ૬૫૦ મિલીની શીલબંધ બોટલોની પેટી નંગ.૫ જેમાં કુલ બોટલ નંગ.૬૦ જેની કિંમત ₹.૬૦૦૦/- તથા રિટ્જ ગ્રેટ ગેલન એમપી માર્કાના ૧૮૦ મિલીની કાચના શીલબંધ ક્વાર્ટરીયાની પેટી નંગ.૧ જે પેટીમાં બોટલ નંગ.૪૮ જેની કુલ કિંમત ₹.૪૮૦૦/- નો મળી આવતા તેની પાસેની મોટર સાઇકલ હોંડા કંપનીની CB સાઇન જેનો નં.GJ.20.AC.3062 લખેલ મોટર સાઇકલ જેની કિંમત ₹.૨૦૦૦૦/- મળી તેની પાસેથી કુલ ₹.૩૦૮૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડેલ.

આમ ગરબાડા પોલીસે (૧) સવાભાઇ મેગુભાઈ સંગાડા, રહે.ગુલબાર, કૂવા ફળિયા, તા.ગરબાડા, જિલ્લો.દાહોદ તથા (૨) રાજુભાઇ પીદીયાભાઈ ભાભોર, રહે. જાંબુઆ, તોરણ ફળીયા, તા.ગરબાડા, જિલ્લો.દાહોદનાઓને તેમની મોટર સાઇકલો ઉપર ઇંગલીશ દારૂની પેટીઓ નંગ.૧૨ જેમાં નાનીમોટી કુલ બોટલો નંગ.૩૯૬ જેની કુલ કિમત ₹.૨૫૨૦૦/- તથા બંને મોટર સાઇકલોની કુલ કિંમતની ₹.૫૦૦૦૦/- મળી કુલ ₹.૭૫૨૦૦/- ની કિંમતના મુદ્દામાલ સાથે દારૂની ખેપ મારનાર આ બંને ઇસમોને ઝડપી પાડેલ છે અને તેઓની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here