ફતેપુરા થી છાલોર,ઝલાઈ અને રાજસ્થાન જતો રોડ ઉપર વરસાદના કારણે ઝાડ પડી જતા રસ્તો બ્લોક થઈ ગયો હતો ચાલીને જવા માટે મુશ્કેલી પડી રહી હતી બાઈક પણ નીકળી શકે તેવી શક્યતા ન હતી ટોટલ વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો આજુબાજુ વિસ્તારના લોકો બજારમાંથી અવરજવર કરવાવાળા તેમજ તેઓના ઘરે ચાલીને જવા માટે પણ ઝાડના નીચે આડા થઈને નીકળવું પડતું હતું જેથી તંત્ર આ બાબતે રસ લઈ રસ્તો ખુલ્લો કરાવે અને વાહન વ્યવહાર ચાલુ થાય તો આવનાર જનાર મુસાફરો તેમજ લોકલ શાકભાજી વેચનાર આવનાર છાલોર ગામના સ્થાનિક ભાઈઓ તથા બહેનો બજારમાં આવી શકે અને પોતાનો રોજિંદુ પેટીયુ રળી શકે ફતેપુરા મા છાલોર ગામના ઘણા ખરા ભાઈ-બહેનો શાકભાજીનો ધંધો કરે છે અને તેઓ ફતેપુરા મા બજારને શાકભાજી પૂરું પાડે છે જેથી આ બાબતે તંત્ર ધ્યાન દોરે તેવી અભિલાષા છે