Friday, January 17, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદ130 - ઝાલોદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ડો. મિતેષ ગરાસિયાને મળી રહ્યું છે...

130 – ઝાલોદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ડો. મિતેષ ગરાસિયાને મળી રહ્યું છે ઠેર ઠેર સમર્થન

દાહોદ જિલ્લાના ૧૩૦ – ઝાલોદ વિધાન સભાના કોંગ્રેસના ઉમેદવાર ડો. મિતેષ ગરાસિયા  હોવાં છતાં સ્વભાવે નમ્ર અને સરળ હોઈ તેઓને ગામડે ગામડે મળી રહ્યું છે જન સમર્થન. અને ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેની સભા બાદ તેઓના સમર્થનમાં વધારો થઈ રહ્યો છે. અને કોંગ્રેસે પોતાના જે દશ મુદ્દાઓનો કાર્યક્રમ જાહેર કર્યો જેમાં આ મુદ્દાઓ તરફ લોકોને થયું છે આકર્ષણ  અને ડો. મિતેષ ગરાસિયાએ જે  સ્થાનિક મુદ્દાઓ ઉઠાવ્યા છે જેવા કે… (૧) દિલ્હી – મુંબઈ એક્સપ્રેસવેમાં લીધેલ જમીનનું યોગ્ય વળતર  (૨) લીમડી બાયપાસ સ્થિત સાઈબાબ મંદિર પાસેની ડમ્પીંગ સાઈડ નાબૂદ થશે, (૩) માછણ ડેમના પાણીને સ્વચ્છ બનાવવામાં આવશે, (૪) I.T.I. સાયન્સ કોલેજમાં સાયન્સ ફેકલ્ટી, સાયન્સ લેબ અને હોસ્ટેલ સુવિધા, (૫) ટીટોડી આશ્રમ સ્થિર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પીવાના શુદ્ધ આર.રોના પાણીની વ્યવસ્થા, (૬) SC/ST પ્રમાણપત્રની સમસ્યાનો ઉકેલ મળશે, (૭) પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછતને દૂર કરવામાં આવશે, (૮) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાઓ અને સારી સારવારની વ્યવસ્થા, (૯) ઝાલોદ નગરપાલિકામાં રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટની વધુ સારી વ્યવસ્થા તથા (૧૦) ઝાલોદ જિલ્લા હોસ્પિટલમાં બ્લડ બેન્ક ની સ્થાપના કરવામાં આવશે.

આમ આ દશ સ્થાનિક મુદ્દાને લઈને ડૉ.મિતેષ ગરાસિયાએ કહ્યું કે આ વિધાનસભાની ચુંટણીમાં હું જીતીશ અને ગુજરાતમાં જો અમારી સત્તા બનશે. તો પહેલા સ્થાનિક મુદ્દાઓનું નિરાકરણ લાવીશ. અને લોકોના પડખે હંમેશા ઉભો રહી જે કામો બાકી છે તે પુરા કરીશ. આવી વાતો અને પ્રચારના લીધે ઝાલોદ શહેર અને ગામડે ગામડે તેઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments