THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાની ૧૩૨, દાહોદ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી એ આજે તા.૧૫/૧૧/૨૦૨૨ ને મંગળવારના રોજ નામાંકન કર્યું હતું. તેઓ વર્તમાન APMC ના ચેરમેન છે, અને જિલ્લા ભાજપ મહામંત્રી આજે સવારે કેદારનાથ મંદિરે ભોલેનાથના દર્શન કરી દાહોદ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને દાહોદ ઇન્દોર હાઇવે ઉપર સભા સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં એક જંગી સભા યોજાઈ હતી. જેમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયાર, ભાજપ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સભા પછી જંગી રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ વાજતે ગાજતે દાહોદ SDM કચેરીએ પહોંચી અને નામાંકન કર્યું હતું.
THIS NEWS IS POWERED BY –-AVSAR PUJAPA & DECORATION
વધુમાં તેઓએ કહ્યું હતું કે આ વખતે બુથ કાર્યકર્તાઓ અને સંગઠનના ચૂંટાયેલા તમામ કાર્યકર્તાઓએ જીત આપવાની ખાત્રી આપી છે, ત્યારે અમે આ વખતે પચાસ હાજર થી વધુ લીડ થી જીતીશું તેવી આશા વ્યક્ત કરી હતી.