Saturday, April 19, 2025
Google search engine
HomeDahod - દાહોદ૧૦૮ શ્રી યદુનાથજી મહોદયશ્રીના સ્વમુખે દાહોદ વૈૈષ્ણવ સમાજ દ્વારા ચાલતા યુવાનોના સદ્દભાવના...

૧૦૮ શ્રી યદુનાથજી મહોદયશ્રીના સ્વમુખે દાહોદ વૈૈષ્ણવ સમાજ દ્વારા ચાલતા યુવાનોના સદ્દભાવના પરિવાર દ્વારા “શ્રી વલ્લભ સાખી રસપાન મહોત્સવ” નું થયું આયોજન

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

અગામી ગુસ્વાર તા.૧૨/૧૨/૨૦૧૯ થી તા.૧૮/૧૨/૨૦૧૯ ના સપ્તાહ દરમ્યાન ૧૦૮ શ્રી યદુનાથજી મહોદયશ્રીના સ્વમુખે દાહોદ વૈૈષ્ણવ સમાજ દ્વારા ચાલતા યુવાનોના ચાલતા સદ્દભાવના પરિવાર દ્વારા “શ્રીવલ્લભ સાખી રસપાન મહોત્સવ” નું આયોજન થયું છે. ‘શ્રી પુષ્ટિ સંપદાય’ ના સિધ્ધાંતોની શ્રી હરિરાય મહાપ્રભુજીએ વિશિષ્ટ છણાવટ કરી છે. શ્રી વલ્લભના દિવ્ય ચરિત્રમાં વૈષ્ણવોને પ્રાપ્ત થવા માટે આપશ્રીએ ‘વલ્લભ સાખી’ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથનું રસપાન વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી યદુનાથજી મહોદયશ્રી ( કડી – અમદાવાદ ) કરાવવાના છે . આ ગ્રંથના માધ્યમથી સૌ વેષ્ણવોની શ્રી વલ્લભ પ્રતિ પ્રીતિ દ્રઢ થાય એ શુભાશય છે. આ સપ્તાહ મહોત્સવ દરમ્યાન વેષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી યદુનાથજી મહોદયશ્રી રોજ બપોરે ૩ થી ૭ દરમ્યાન શ્રી વલ્લભ સાખીના અલોકિક વર્ણનનું રસપાન કરાવશે. આ મહોત્સવ દરમ્યાન તા.૧૧/૧૨/૨૦૧૯ના રોજ પ.પૂ. ૧૦૮ શ્રી યદુનાથજી મહોદયશ્રીના આગમન ટાણે સાંજે ૦૫:૩૦ કલાકે તેમનું સામૈયું તથા રાત્રે ૦૯:૦૦ કલાકે શ્રી પી એમ કડકિયા સંસ્કાર કેન્દ્રમાં રચાયેલ “શ્રી વલ્લભ ધામ” ખાતે રાખવામાં આવ્યું છે . રોજ કથાના અંતભાગે ૦૬:૩૦ કલાકથી વિવિધ કાર્યક્રમોની શૃંખલા અંતર્ગત તા.૧૨મી એ ‘મહાપ્રભુજી પ્રાગટય, તાા.૧૩મી એ “દીપમાલિકા” અને તા.૧૪4મી એ “કનકાભિષેક” કાર્યક્રમ યોજાશે. તો કથા દરમ્યાન કુલફાગ મહોત્સવના, ચુંદડી મનોરથ કે જલેબી મનોરથ વગેરે પણ યોજાશે.

સદ્દભાવના પરિવાર, દાહોદ શ્રી વૈષ્ણવાચાર્ય પુ.પા.ગો. ૧૦૮ શ્રી યદુનાથજી મહોદયશ્રી ( કડી – અમદાવાદનો પરિચય વૈષ્ણવ હૃદયસમ્રાટ વૈષ્ણવાચાર્ય શ્રી યદુનાથજી મહોદયશ્રી, જગન્નુરુ શ્રી વલ્લભાચાર્યશ્રી મહાપ્રભુજીના ૧૭મા વંશજ છે. આજથી આશરે ૫૦૦ વર્ષ પહેલા જે રીતે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ્દ ભાગવતના માધ્યમથી સમાજમાં એક ક્રાંતિનો સંચાર કર્યો હતો આજ રીતે આપશ્રીએ બાલ્યકાળથી અનેક ધર્મોનું અધ્યયન કરી શ્રીમદ્ ભાગવતના માધ્યમથી ૪૦ થી વધુ દેશોમાં ધાર્મિક ભાવનાનું પુનઃ ઉત્થાન કર્યું છે. આપશ્રીએ શ્રીમદ્ ભાગવત ઉપરાંત બીજા ૬૦ થી વધુ અલગ અલગ વિષયો ઉપર પૂરા વિશ્વમાં કથા અને પ્રવચન કર્યા છે. વિશ્વના વૈષણવોને પરિવારની ભાવનાથી એક તારમાં જોડવા આપશ્રી પુષ્ટિ પરિવારની સ્થાપના કરી છે. જેના માધ્યમથી વિશ્વના અનેક દેશોમાં બાળકો, યુવાનો માટે તેમજ સમાજના ઉત્થાનની અનેક સેવાકીય પ્રવૃતિ ચાલી રહી છે. આપણી એ ચાર્ટડ કુઝમાં ૭ દિવસ સુધી વિશ્વ વૈષ્ણવ સંમેલનનું આયોજન કર્યું હતું . જેમાં ૨૦થી વધુ દેશોમાંથી ૧૩૦ વૈષ્ણવોએ “આપત્તિના ગોલુ તે ગીતા તક” વિષય પરના પ્રવચનનો લાભ લીધો હતો, અને આ આયોજન એમા બે રેકોર્ડ બનાવ્યા હતા .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments