ગરબાડા તાલુકા પંચાયતના સભ્યની પેટાચૂંટણી યોજાઇ : ૪૭.૮૮ ટકા જેટલું મતદાન થયું

0
74

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા પંચાયત મતદાર વિભાગ નંબર ૧૦ – ગરબાડા – ૨ તાલુકા પંચાયત સભ્ય માટેની પેટા ચૂંટણી આજ તા.૨૯/૧૨/૨૦૧૯ ના રોજ અલગ અલગ કુલ ૦૭ બુથો ઉપર યોજાઇ હતી. જેમાં આંદાજીત ૪૭.૮૮ ટકા જેટલું મતદાન થયું છે.

ગરબાડા તાલુકા પંચાયત મતદાર વિભાગ નંબર ૧૦ – ગરબાડા – ૨ તાલુકા પંચાયત સભ્ય પ્રતાપભાઈ ભગાભાઈ બામણીયા કે જેઓ નવાફળીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે વિજેતા થતાં તેઓએ ગરબાડા તાલુકા પંચાયત મતદાર વિભાગ નંબર ૧૦ – ગરબાડા – ૨ તાલુકા પંચાયત સભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક ખાલી પડતાં જેની પેટા ચૂંટણી આજ તા.૨૯/૧૨/૨૦૧૯ ના રોજ યોજાઇ હતી. જેમાં ગરબાડા, ભીલવા, નવાફળીયા અને ભામાતળાઈના મળી કુલ ૦૭ બુથો ઉપર સવારે ૦૮:૦૦ વાગ્યાથી મતદાન શરૂ થતાં મતદારોએ પોતપોતાના બૂથ ઉપર મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. મતદાનનો સમય પૂર્ણ થતાં સુધીમાં એટલે કે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૪૭.૮૮ જેટલું મતદાન થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ તરફથી સ્વ.અજીતસિંહ ભારતસિંહ રાઠોડના પુત્ર પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડે પ્રથમ વખત ચૂંટણીના ઝંપલાવ્યું છે તથા કોંગ્રેસ તરફથી પ્રતાપભાઈ શકરાભાઈ હઠીલાએ તથા જવસીંગભાઈ ભાવસીંગભાઈ ગણાવાએ અપક્ષ તરીકે ઉમેદવારી કરી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ગરબાડા તાલુકા પંચાયત મતદાર વિભાગ નંબર ૧૦-ગરબાડા-૨ ની ખાલી પડેલી બેઠક માટેની પેટાચૂંટણીની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જેની મત ગણતરી તા.૩૧/૧૨/૨૦૧૯ ના રોજ હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here