THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં હવે તો રોજે રોજ કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. તેના કારણે દાહોદ શહેર અને સમગ્ર જીલ્લામાં ભયનું વાતાવરણ સર્જાવવા લાગ્યું છે. આજે તા.૧૯/૦૭/૨૦૨૦ ને રવિવારના રોજ જવલ્લે ૧૯ જેટલા પોઝીટીવ કેસ જાહેર થયા હતા. આ ૧૯ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જાહેર થતા છેલ્લા એક અઠવાડિયામાં કુલ ૧૦૭ લોકો પોઝીટીવ જાહેર થયા છે. તે બાબતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૪૩ જેટલા અલગ અલગ જગ્યાએથી સેમ્પલ એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આજે આવતા કુલ ૧૪૩ સેમ્પલ પૈકી ૧૨૪ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૧૯ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
આજ રોજ તા.૧૯/૦૭/૨૦૨૦ ને રવિવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની ફરીથી હારમાળા સર્જાવવા લાગી છે. અને કુલ ૧૯ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) જયેન્દ્રભાઈ સુજનસિંહ નાયક ઉ.વ. – ૩૭ વર્ષ રહે. ટાંડી, દાહોદ, (૨) સુનિલભાઈ શાંતિલાલ છાજેડ, ઉ.વ. ૪૮ વર્ષ, રહે. લીમડી, તા.ઝાલોદ, જી. દાહોદ, (૩) ગિરીશભાઈ ચીમનલાલ લખારા, ઉ.વ. ૪૬ વર્ષ, રહે. ઝાલોદ, જી. દાહોદ, (૪) દિલિપ આર. વરિયા, ઉ.વ. ૫૦ વર્ષ, રહે. કાલીયાવાદ, દુકાન ફળિયું, (૫) લિપિ સુરેશભાઇ બારિયા, ઉ.વ. ૨૩ વર્ષ, રહે. આદિવાસી સોસાયટી, દાહોદ, (૬) દીપકભાઈ મુકુંદલાલ શેઠ, ઉ. વ. ૭૦ વર્ષ, રહે. દાહોદ, કે જેઓનું બે દિવસ પહેલા અવસાન થયેલ છે. (૭) શબ્બીરભાઈ મોહમ્મદહુસેન નલાવાલા, ઉ.વ. ૬૮ વર્ષ, રહે. તાઈવાડા, દાહોદ (૮) લલિતકુમાર રામચંદ માનવની, ઉ.વ. ૪૩ વર્ષ, રહે. ચાકલીયા રોડ, દાહોદ, (૯) બિપિનચંદ્ર નિહાલચંદ દેસાઇ, ઉ.વ. ૮૦ વર્ષ, રહે. દેસાઈવાડા, દાહોદ કે જેઓ આજે સવારમાં મૃત્યુ પામેલ છે. (૧૦) હેપ્તુલ્લા સાદીકભાઇ લીમખેડાવાલા, ઉ.વ. ૩૭ વર્ષ, રહે. સૈફી મોહલ્લા, દાહોદ (૧૧) વિપુલભાઈ પ્રકાશચંદ્ર દોશી, ઉ.વ. ૩૬ વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદ, (૧૨) બાબુભાઈ નાથુભાઈ રાવત, ઉ.વ. ૩૮ વર્ષ, રહે. નાની સારસી, દાહોદ, (૧૩) મહેન્દ્રભાઇ મથુરભાઇ દોશી, ઉ.વ. ૭૯ વર્ષ, રહે ગોદી રોડ, દાહોદ, (૧૪) મોઈજભાઈ મોહમ્મદઅલી ઝરણવાલા, ઉ.વ. ૭૮ વર્ષ, રહે. હુસેની મોહલ્લા, દાહોદ, (૧૫) મકસુદાબીબી મહમદખાન પઠાણ, ઉ.વ. ૬૪ વર્ષ, રહે. દાહોદ, (૧૬) મુસ્તાકઅહેમદ ગુલામજિલાની પઠાણ, ઉ.વ. ૩૯ વર્ષ, રહે. દાહોદ, (૧૭) અસુદીપ અબનેર તોમર ઉ.વ. ૨૯ વર્ષ, રહે. દાહોદ, (૧૮) ડો.પ્રમોદકુમાર રામચંદ્ર તાપડે, ઉ.વ. ૬૯ વર્ષ, રહે. નવજીવન મિલ રોડ, દાહોદ અને (૧૯) વાસુદેવ ગોવિંદરામ બુદવાની, ઉ.વ. ૪૫ વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદનાઓને કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને ૧૯ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં – ૧૬ અને ઝાલોદ તાલુકામાં ૦૩ પોઝીટીવ કેસ આવતા કુલ ૧૯ કોરોના પોઝીટીવની સાથે કુલ સંખ્યા ૨૪૧ થઈ છે. જેમાંથી આજે કુલ ૧૩ લોકો સરકારી ગાઈડ લાઇનને આધારે સાજા થતાં તેમણે હોસ્પિટલમાથી રજા અપાતા કુલ ૯૯ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૨૩ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો ૧૯ ઉપર પહોંચી ગયો છે.