શ્વેતામબર મૂર્તિ પૂજક જૈન સમાજના રાષ્ટ્રસંત એવા આચાર્ય મા.સા શ્રી નવરત્નસાગર સૂરીશ્વરજી મા.સા આજરોજ કાળ ધમઁ પામતા સમૄગ જૈન સમાજમા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી આચાર્યજી નો પરિચય જાણવા મુજબ તેઓનુ સંસારી નામ રતનલાલ પોરવાલ હતુ તેમનો જન્મ અગહનવાદી ૩ વિક્રમ સંવત ૧૯૯૯ મા મદયપદેશ ના ભોપાવર (રાજગઢ) મા લાલચંદજી પોરવાલના ત્યા થયેલ નાનપણથી જ ભક્તિમા રુચિ હોવાના પગલે માલવદેશ ઉદ્ધારક આચાર્ય શ્રી ચંદ્ર સાગરજી મ.સા ના હસ્તે રાજગઢ ખાતે દિક્ષા લીધી હતી દિક્ષા લીધા બાદ જૈન સમાજના ૧૨૪ જેટલા મંદિરોની પ્રતિષ્ઠા કરાવેલ. જૈન ધર્મ ની સાથોસાથ અન્ય ધર્મોમા પણ પ્રેરણા દાયક બનતા ભારત સરકાર દ્વારા તેઓને રાષ્ટ્ર સંત જાહેર કરવામા આવેલ હતા. આજરોજ તમિલનાડુના ચૈનઇ ખાતે તેઓ ડોળી માંથી પડી જતા તેઓ કાળધર્મ પામતા જૈન સમાજ સહીત તમામ સમાજોમા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
તેઓના પાર્થિવ દેહ ને ચૈનઇ થી ઇન્દોર ખાતે ચાર્ટર પ્લેન દ્વાર લાવવામા આવશે ત્યાર બાદ તેઓ ને પાર્થિવદેહ ને પોતાના વતન ભોપાવર લાવવમા આવનાર છે તેઓનો મુખાગની સંસ્કાર ૩૧|૧|૧૬ રોજ કરવામા આવનાર છે જેના પગલે દેશના ખુણે ખુણે થી જૈન સમાજના શ્રાવકો ભોપાવર આવવા નીકળી ગયા હોવાનુ જાણવા મળેલ છે. જાણવા મળેલ વિગત મુજબ તેઓ એ નવરતન મંજૂષા નામ નુ પુરતક લખેલ છે તેમજ તેમના તપ અને જપ ને શબ્દોના સાગરમા બંધાઇ શકે તેમજ નથી તેમ લીમડીના અર્ચિતભાઇ ભણસાલી એ ખુબ ખુબ દુઃખ સાથે જણાવ્યુ હતુ.