Faruk Patel – Sanjeli
દાહોદ અને સંજેલીમાં આજે ધામધૂમ થી જૈન સમાજ ધ્વારા મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
દાહોદમાં વેહલી સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. ત્યાર બાદ 9વાગે ઉપાશ્રયમાં વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.જેમાં વિરક્રત સાગરજી મહારાજ સાહેબે મહાવીર જયંતી નો મહિમા સમજાવ્યો હતો. ત્યાર બાદ 10 વાગે શોભા યાત્રા દાહોદ સ્વેતામ્બેર મૂર્તિપૂજક જૈન દેરાસરે થી નીકળી અને દાહોદ માર્ગો પર થઇ પરત હતી. અને દેરાસર પર પૂજા ભણાવવામાં આવી હતી. પૂજા પચ્ચી તરત સીમંધર ઇન્દોર હાઇવે સ્વામીવાત્સલ રાખવામાં આવ્યું હતું જૈન સમુદાયે લાભ લીધો હતો.
સંજેલી નગરમાં સવારે 8 કલ્લાકે જુલુસ કાઢવામાં આવ્યું હતું અને આજુલ્સ “જીયો ઓર જીને દો ” ના નારા સાથે સંજેલી ના રાજમાર્ગો પર ફર્યું હતુ. તમામ જૈન સમુદાયના વેપારીઓએ પોતાના ધંધા વ્યવસાયમાં રાજા રાખી અને સ્થાનકમાં હાજરી આપી હતી જ્યાં ભૂલકાઓએ સંવાદ અને નાટક કરવામાં આવ્યા હતા.તેમજ વર્ષીતપના તપસ્વીઓનું શ્રી વર્ધમાન જૈન શ્રાવક સંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું . તદુપરાંત સંજેલી સંઘના માંગીલાલજી વાગ્રેચા , વિનીત વાગ્રેચા દાહોદ, વિપુલ વાગ્રેચા તથા અન્ય વક્તાઓ દ્વારા ભગવાન શ્રી મહાવીરસ્વામી ના જીવન ચરિત્ર પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.