PIYUSH GAJJAR – VIRAMGAM
– બીજા દિવસે 19 ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો. કુલ 38 ઉમેદવારો એ ફોર્મ ઉપાડ્યા.
39 વિરમગામ વિધાનસભા બેઠકની ચુટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી, કોગ્રેસ સહિતના રાજકીય પક્ષો સહિત કેટલાક અપક્ષ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ઉત્સુક બન્યા છે. 14 ડિસેમ્બરે બીજા તબકકાની ચૂંટણીમાં અમદાવાદ સહિત 14 જિલ્લાની 93 બેઠકો માટે કરવામાં આવનાર મતદાન માટે આજે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 39 વિરમગામ વિધાનસભા બેઠક માટે સેવા સદન વિરમગામ ખાતે ઉમેદવારી પત્ર ભરવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે પરંતુ પ્રથમ દિવસે અપેક્ષા પ્રમાણે એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયુ નથી. પરંતુ 19 ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો હતો. તેમજ બીજા દિવસે અન્ય 19 ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા હતા.
પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી ફોર્મ ભલે ન ભરાયુ હોય પરંતુ આવનારા દિવસોમાં ભાજપ, કોગ્રેસ સહિતની રાષ્ટ્રીય પાર્ટીઓ, પ્રાદેશીક પાર્ટીઓ તથા અપક્ષ તથા તેઓના ડમી ઉમેદવારો સહિતના ફોર્મ ભરાશે.જોવાની વાત એ છેકે હજુ વિરમગામ વિઘાનસભા બેઠક પર રાજકીય પક્ષો દ્રારા પોતાના ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા નથી તે વામા વિરમગામ વિઘાનસભા બેઠક પર અપક્ષો ઉમેદવારો નો રાફડો ફાટ્યો હોય તેમ બે દિવસ મા કુલ 38 ઉમેદવારી ફોર્મ નો ઉપાડ થવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 14 ડિસેમ્બરે બીજા તબકકાની ચૂંટણીમાં અમદાવાદ સહિત 14 જિલ્લાની 93 બેઠકો માટે કરવામાં આવનાર મતદાન માટે સોમવારે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો વિરમગામ, સાણંદ, દસક્રોઈ, ધોળકા તથા ધંધુકા માટે ઉમેદવારી નોધાવા માટે અનેક ઉત્સુક ઉમેદવારો થનગની રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીની લડવા ઈચ્છુક ઉમેદવાર તા.20/11/2017 થી તા.27/11/2017 સુધી (જાહેર રજા સિવાય) સવારના 11:00 થી બપોરના 3:00 કલાક વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.28/11/2017 ના રોજ સવારના 11:00 વાગ્યાથી કરવામાં આવશે. તા.30/11/2017 ના બપોરના 3:00 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. બે તબકકામાં યોજાનારા મતદાન બાદ તમામ 182 બેઠકોની મતગણતરી 18મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.