4 દિવસના નાટક બાદ દાહોદ જીલ્લા પંચાયત હસ્તગત કરતી કોંગ્રેસ રમીલાબેન ભુરીયા પ્રમુખ અને પરસોત્તમ ચૌહાણ ઉપપ્રમુખ 

0
1145

 

 

Picture 001

Keyulogo-newstok-272r Parmar -Dahod

દાહોદ જીલ્લા પંચાયતની પ્રમુખ માટે ની સભા 22 તારીખે નાટ્યાત્મક રીતે મોકૂફ રાખાયા બાદ  23 તારીખ ની સભા પણ મોકૂફ રહી હતી અને તે  દિવસે તોફાન ફાટી નીકળ્યું હતું.પરંતુ ગઈકાલે  હાઇકોર્ટ એ આપેલા ચુકાદામાં શાંતિપૂર્ણ  અને સરળતાથી ચુંટણી કરાવવાનો હુકમ થતા આજે  કલેકટર દાહોદ અને જીલ્લા વિકાસ અધીકારી સભા સ્થળ ઉપર હઝાર રહી સરળ રીતે ચુંટણી યોજી હતી અને 4 કવર સુરક્ષા ઘેરામાં 144 ની કલમ લગાડી હતી અને સ્થળ ઉપર અધિકારીયો સિવાય કોઈને પ્રવેશ હતો નહિ અને પત્રકારો ને પણ આનાથી દૂર રખાયા હતા.
   પણ આજે શાંતિ પૂર્ણ રીતે સભાખંડમાં સંપૂર્ણ પ્રક્રિયા ચાલી હતી અને પ્રોસીડીંગ પણ લખાયા હતા અને દાહોદ જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે રમીલાબેન ભુરીયા અને ઉપપ્રમુખ તરીકે પરસોત્તમ ચૌહાણ ને વિજેતા ઘોષિત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here