PRAVIN KALAL – FATEPURA
ફતેપુરામાં ગિરિજન સમાજ સંગઠન અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. તેમાં વી.એમ.પારગી ચેરમેન સુરક્ષાસેતુ સોસાયટી,પી. બી. ગોંદિયા એડિશનલ ડી.જી.પી.અટ્રોસીટી ગુજરાત, બાબુભાઇ કટારા માજી સંસદ, જિલ્લા પોલીસવડા મનોજ નિનામાં, આર્ટસ કોલેજ પ્રિન્સીપાલ ડો. રમેશચંદ્ર મુરારી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ આર્ટસ કોલેઝ ફતેપુરા ના પટાંગણ માં યોજવામાં આવ્યો હતો. ચાલી રહેલા સમાજમાં વ્યસનો, કુરિવાજો, અંધવિશ્વાસ, દહેજ પ્રથા તેના અંતર્ગત કાર્યક્રમ યોજી સમાજમાં જાગૃતતા લાવવા માટે સમઝણો આપી સમઝાવવામાં આવ્યા. રીતી રિવાજો સાથે કુરિવાજો થાય તૈયાર વિકાસ રૂંધાય છે.
જુના બાપદાદાની વખતમાં સમાજની પક્કડ માટે આવા રિવાજો રાખ્યા હશે ડાકણ પ્રથા જેનાથી કુટુંબમાં ઝગડા થાય મારામારી થાય. આવાં કુરિવાજોને નવીપેડીથી દુર કરીયે અને નવી પેઢીને ને સુધારીયે વ્યસનો દ્વારા આજનો યુવાન કઇ દિશામાં જઇ રહ્યો છે
જેથી દારૂ,ગુટકા,તમાકુ, વિગેરે વ્યસનો આપણે સહુ સાથે મળી સમાજ તેમજ નવી પેઢી ને સુધારવા મદદગાર થઇ એ મક્કમતા અને દ્રડતાથી આપના બાળકોને હિંમત ઝૂંટાવી આગળ લાવીએ અને આપણો આદિવાસી સમાજ ને અને નવી પેઢી ના યુવાનોને આગળ લાવીએ અને સરકાર ના વ્યસન મુક્તિ કાર્યક્રમ સફળ બનાવીએ