Wednesday, December 4, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં છેલ્લા 20 દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ, ગૌરી વ્રતની જાગરણ પણ અંધારામાં...

દાહોદમાં છેલ્લા 20 દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ, ગૌરી વ્રતની જાગરણ પણ અંધારામાં ઉજવી : પાલિકા તંત્ર નિંદ્રાધીન કેમ????

 

 

દાહોદમાં છેલ્લા 20 દિવસથી લાઈટો બંધ છે. વરસાદના એક ઝાપટામાં 70 ટાકા ગામ અંધારપટમાં કેમ? લાઈટ – વીજળી ને પાણી મૂળભૂત સુવિધાઓ છે. પછી દાહોદના મુખ્ય વિસ્તાર સ્ટેશન રોડ, પડાવ રોડ, ગોવિંદનગર, ચાકલિયા રોડ, પડાવ ચોકી પાસેનો વિસ્તાર આ તમામ જગ્યાએ કેટલાક દિવસોથી બત્તી ગુલ છે. અને અનેક લોકોએ અનેકો રજુઆત કરી છે. અને પાલિકા સત્તાધીશો અને અધિકારીઓને ધ્યાન દોર્યું છતા પણ કોઈ નિકાલ નથી.

આનાથી તહવારોમાં તકલીફ પડી છે. હાલમાં જ ગૌરીવ્રત હોઈ છોકરીઓ રોજ સાંજે સ્ટેશન રોડ પર ફરવા જતી હોય છે, પરંતુ તેમ છતાં આ લાઈટો બંધ રહી અને એ તો ઠીક જાગરણ ના દિવસે પણ લાઈટો બંધ રહી છે. જેના કારણે કેટલીક ભૂલકીઓ અંધારના લીધે ગટરમાં પણ પડી હતી . એક વડીલ પણ ગટરમાં પડ્યા હતા અને તને પગમાં ઈજાઓ થઈ હતી. પણ આટલું બધું થયું પણ પાલિકા સત્તાધીશો કયા નશામાં છે??? આ એક મોટો પ્રશ્ન છે . શુ આ સમાચાર લખાય પછી પણ આ વિસ્તારોની લાઈટો ચાલુ કરવામાં આવશે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments