THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય નગર દાહોદના ગોવિંદનગર વિસ્તારમાં આજે તા.૦૯/૧૧/૨૦૨૦ ના સોમવાર ના રોજ સાંજના સમયે રેલવે અધિકારી પોતાના પુત્રની વર્ષગાંઠ હોઈ પતિ પત્ની બંને જણા સાંજે ૦૫:૦૦ વાગ્યાથી ૦૬:૩૦ વાગ્યાના સમય દરમિયાન બજારમાં કેક અને નાસ્તો લેવા માટે ગયા હતા. તેવા સમયમાં અમારે ઘરે અમારા પુત્ર અને પુત્રી એકલા હતા અને તેવા સમયમાં 4 અજાણ્યા ઈસમોએ ઘરે આવી અને ઘરનો દરવાજો બંધ દરવાજો પાણી મંગવાના બહાને ખોલાવી અને ઘરમાં ઘુસી ગયા અને બાળકોને માર મારી બાંધી દીધા હતા અને ઘરમાં તિજોરીમાં પડેલ ₹. 30 લાખના દાગીના અને રોક્કડ લઇ લૂંટારુઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
THIS NEWS IS POWERED BY –– PHONEWALE
આ મામલે રેલ્વે ધિકારી રાકેશકુમાર સિંઘ જ્યારે પોતાની પત્ની સાથે બજારથી પાછા ફર્યા ત્યારે ઘરે આવીને જોયું તો તે આશ્ચર્યમાં પડી ગયા હતા અને ગભરાઇ હતા. પોતાના બાળકો ને અને ઘરની આ સ્થિતિ જોઈને તેઓએ સીધા દાહોદ ટાઉન પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર દાહોદમાં ભયનો માહોલ ખડો થયો હતો અને દાહોદ ટાઉન પોલીસે આ મામલે લૂંટની ફરિયાદ નોંધી આગળ લૂંટારુઓનું પગેરૂ મેળવવાની દિશામાં તપાસ ની કાર્યવાહી શરૂ કરી છે.