PRITESH PANCHAL –— JHALOD
દાહોદ હિરેન પટેલ હત્યા મામલામાં આરોપી અમિત કટારાને રિમાન્ડ માટે આજે મોડી સાંજે ઝાલોદ કોર્ટમાં કરાયો રજૂ. દાહોદ LCB પોલીસે ગઈ કાલે તેના ગામ ચિત્રોડિયા થી કરી હતી ધરપકડ, ત્યાર બાદ તેનો કરાવ્યો હતો કોરોના રિપોર્ટ અને આજે LCB એ ઝાલોદ કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના માંગ્યા હતા રિમાન્ડ પરંતુ ઝાલોદ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા અને ત્યાર બાદ LCB પોલીસ પૂછપરછ માટે પરત દાહોદ લાઇ આવી હતી. સોમવાર સાંજ સુધીના રિમાન્ડ મેળવી LCB પોલીસ આગળની પૂછપરછ કરી તપાસ કરશે.