PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક ઝાલોદ નગરના મુવાડા વિસ્તારમાં એક જ નંબરની બે કાર જોવા મળતા કાર માલિકે તેની I20 કારનાં નંબર જેવી I20 કાર જોવા મળતા તેને તેના મિત્રો અને પોલીસને તુરંત જાણ કરી હતી. જે વ્યક્તિ પાસે ભળતા નંબર વાળી I20 કાર હતી તેની તપાસ કરવામાં આવતા મુવાડાના ઘનશ્યામભાઈ પટેલના મકાનમાં તેઓ ભાડુઆત તરીકે રહેતા હતા અને તેઓ રાજસ્થાની દંપતિ માલુમ પડેલ અને તેઓનું આધારકાર્ડ નંબર ૯૮૮૧ ૨૩૭૯ ૧૮૯૧ પ્રમાણે મહેશ પ્રજાપત નામ છે જે પ્રતાપગઢના મોતીપુરા, જલોદ જાગીરના રહેવાશીની કાર છે અને છેલ્લા ૬ મહિનાથી I20 કારની સાચી નંબર પ્લેટ RJ – 35 CA – 2936 બદલીને GJ – 01 KV – 8377 નંબર પ્લેટ લગાવીને ફરી રહ્યો છે. તેવું જાણવા મળેલ છે. જેની ઝાલોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ તે વ્યક્તિના મુવાડાના મકાન પર પહોંચે તે પહેલાં તે વ્યક્તિ કાર લઈને ભાગી ગયો હતો. તો શું આ કાર કોઈ ખોટા કામ માટે લઈને ફરતો હતો કે કોઈ ઘટનાને અંજામ આપવા માટે નંબરની અદલા બદલી કરી ફરી રહ્યો હતો તે હવે જાણવાનું રહ્યું ? વધુમાં ઝાલોદ નગરમાં હાલમાં આવા અનેક બનાવો બની રહ્યા છે તો શું પોલીસ આવા આરોપીઓ વિરુદ્ધ શું એક્શન લેશે એ જોવાનું રહ્યું અને પોલીસ આવા વ્યક્તિઓને ક્યારે ઝબ્બે કરશે તેવા અનેક પ્રશ્નો ઝાલોદ નગરમાં લોકચર્ચાનો વિષય બનવા પામ્યો છે.