PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લામાં આજે તા.૧૬-૦૧-૨૦૨૧ ને શનિવારના રોજ ઝાલોદ તાલુકા સિવિલ હોસ્પિટલ ઝાલોદ ખાતે કોવીડ-૧૯ રસીકરણનું શુભારંભ કાર્યક્રમ દાહોદના લોક લાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેશ ભાભોરના વરદ્દ હસ્તે કરવામાં આવેલ હતું. જેમાં ઝાલોદ તાલુકા અધિકારી ડો.ડી.કે. પાંડે, લા. ડો.સોનલ દેસાઈ, ડો. મધુસુધન ચૌહાણ (સર્જન), ગાયનેક લા. ડો.સેજલ દેસાઈ તથા ડો.કેયુર પંચાલને નગરમાં સૌપ્રથમ રસી મુકવામાં આવી હતી તેમજ તાલુકાના અન્ય કોરોના વોરિયર્સએ પણ રસીકરણનો લાભ લીધેલ હતો. આમ ઝાલોદ તાલુકાના સરકારી અને ખાનગી આરોગ્ય કર્મચારી અને ખાનગી તબીબને રસીકરણ કરવાનું આયોજન ઝાલોદ ખાતેના તાલુકા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવેલ.