THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
વિશ્વમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે અને આટલી ખરાબ પરિસ્થિતિમાંથી લોકો જ્યારે ગુજરી રહ્યા છે. અને તંત્ર આ પરિસ્થિતિને કાબુમાં લેવાની કોશિશ કરી રહી છે અને જ્યારે કોરોના વોરિયર્સ ડોક્ટર, નર્સ પોતાના જીવ જોખમમાં મૂકી લોકોના જીવ બચાવી રહ્યા છે અને PPE કીટ પહેરી 24 કલાક ખડેપગે રહી લોકોની દવા સારવાર કરી ટ્રીટમેન્ટ કરી રહ્યા છે અને દરેક વસ્તુની કાળજી લેવાનું સરકાર વારંવાર કહી રહી છે. ત્યારે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં અમુક અસામાજિક કહી શકાય તેવા તત્વો દ્વારા ખુબ જ નાલેશીભર્યું કાર્ય કરવામાં આવ્યું છે. અને આવા વ્યક્તિઓ શોધીને જેર કરવા જોઈએ અને આવી વ્યક્તિઓને સજા કરવી જોઇયે કે જે લોકોએ જાહેરમાં દાહોદના ઈન્દોર હાઇવે ઉપર ગરબાડા ઓવર બ્રિજના નીચે પહેરેલી PPE કીટ ફેકી દીધેલ છે અને આ PPE કીટ ખરેખર કોણ નાખી ગયેલ છે તે મોટો તપાસનો વિષય બન્યો છે.
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
તેની વહીવટી તંત્ર અને પોલીસ ખાતાએ તપાસ કરવી જોઇયે અને હાઇવે ઉપર આવી ખુલ્લી PPE કીટ નાખી જવાથી બીજા લોકોને તકલીફ ઊભી થાય તેવું આ કાર્ય કોણે કર્યું છે તેની તપાસ થવી જોઇયે અને શું ખરેખર જાણીજોઈને તો PPE કીટ હાઇવે ઉપર નાખવામાં નથી આવીને? કે લોકોને અને તંત્રને દોડતા કરવા તો આ કૃત્ય કરવામાં નથી આવ્યુંને ? આ તમામ બાબતો વિચારવા જેવી છે અને આ જેને પણ કર્યું હશે તે બહુ ખોટું કર્યું છે. કારણકે પહેરેલી PPE કીટ રસ્તા ઉપર ફેંકી દેવી તે જીવતા બોમ્બ નાખવા બરાબર છે અને જે લોકોએ આવું કર્યું હોય તેઓને વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને NewsTok24 તરફથી વિનંતી છે કે ખરેખર આવા લોકોને શોધીને તેઓને સજા કરવી જોઇએ , જેથી ભવિષ્યમાં આવી ગંભીર ભૂલ આવા કપરા કાળમાં કોઈ કરવાની હિમ્મત ન કરે અને એક ઉદાહરણ બેસે કે આવું કોઈ પણ કૃત્ય કરશે તો તેના ઉપર સખ્ખત કાર્યવાહી કરવા માટે તંત્ર ખડે પગે છે
અને આ કાર્યવાહી કરવા માટે NewsTok24 દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરને વિનંતી કરે છે કે આવું કૃત્ય ખરેખર કોણે કર્યું છે તેઓને શોધી કાઢી અને આવા તત્વો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી ખોટી અને ગંભીર ભૂલ કરતા પણ વિચાર કરે તેવી દાહોદ ના લોકોની માંગ છે.