Friday, November 1, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રાજ્યકક્ષાનો સ્નેહ સંમેલન તથા જિલ્લા નવનિયુક્ત...

દાહોદ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રાજ્યકક્ષાનો સ્નેહ સંમેલન તથા જિલ્લા નવનિયુક્ત પદાધીકારિયોની નિયુક્તિ કાર્યક્રમ ભરત વાટિકા ખાતે યોજાયો

તા.૨૪/૧૨/૨૦૨૩ ને રવિવારના રોજ દાહોદ ભરત વાટિકા ખાતે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રાજ્ય કક્ષાના જિલ્લાનું સંમેલન તથા નવનિયુક્ત પદાઅધિકારીની નિયુક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દાહોદ ખાતે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે વિશ્રામગૃહ થી નીકળી બિરસા મુંડા ચોક, માણેકચંદ ના કુવા, ગાંધી ચોક, થઈ ભારત વાટીકા પહોંચી હતી, ત્યાર બાદ બાલિકાઓ દ્વારા ચંદનનું તિલક કરી સૌ મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું પારંપરિક રીતે પુષ્પગુચ્છ તથા મોમોંટો અને ખેસ આપી સ્વાગત કરવામાં આવ્યું.

સૌ પ્રથમ મહંત શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા સંમેલન માં ઉપસ્થિત ભૂદેવોને સંબોધન કરવામાં આવ્યું. ત્યાર બાદ ગુજરાત શ્રી સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ ભરતભાઇ રાવલના હસ્તે નવનિયુક્ત પદાધિકારીઓના નામની ઘોષણા કરી તેઓના નામને બહાલી આપી હતી. જેમાં વિકાસ દીક્ષિત દાહોદ જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ તથા કૃતાર્થ જોશી મહામંત્રી દાહોદ જિલ્લા ત્યાર પછી પુરુષ તથા મહિલાઓનું જિલ્લા તથા શહેરના અધિકારીઓના નામની ઘોષણા કરવામાં આવી હતી

સંમેલનમાં મહંત શ્રી જગદીશદાસજી મહારાજ, ભરતભાઈ રાવલ, યોગેશભાઈ દવે, અશ્વિનભાઈ ત્રિવેદી, નીલકંઠ ઠક્કર, વિકાસ દીક્ષિત, કૃતાર્થ જોશી, જપીન ઠાકર, તથા સમસ્ત બ્રહ્મ સમાજના પુરુષો મહિલા અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના સમાપન બાદ ભોજન પ્રસાદી રાખવામાં આવી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments