દાહોદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકએ વધુ તપાસ કરતા દાહોદ જિલ્લા પંચાયત કર્મચારીનું ખૂલ્યું નામ
દાહોદ બોગસ NA ઓર્ડર કેસમાં અગાઉ પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા આ કેસમાં દાહોદ જિલ્લા પંચાયતના કારકુન અને ચીટનીશનો ચાર્જ સંભાળનાર વિજય ડામોરની આ કેસમાં નકલી ઓર્ડર બનાવવામાં સક્રિય ભૂમિકા સ્પષ્ટ થતાં પોલીસ દ્વારા ગઈ કાલે તેની અટક કરવામાં આવી હતી અને આ મામલે દાહોદ મામલતદાર દ્વારા 15 જેટલા રહીશો અને બિલ્ડરોને ખેડૂતના ખરાઈ અને બિનખેતીના હુકમોની ચકાસણી અંગે નોટિસ આપી જવાબ આપવા 20 જૂન ના રોજ મામલતદાર કચેરી ખાતે હાજર રહેવા હુકમ કર્યો હતો.